________________
જિનશાસનરન
૩૨૭
સંમેલનના સભાપતિ શ્રી અગરચંદજી નાહટાએ પ પેતાના ભાષણમાં શાકાહારના વિશેષ પ્રચાર માટે તથા માંસાહારના ત્યાગ અને તેનાં દૂષા માટે અવિરત પ્રચાર અને પ્રયત્ન કરવાની વ્યાવશ્યકતા પર ભાર આપ્ચા.
શ્રી જૈન શ્વેતાંબર મહાસભાની સ્થાપના સ', ૨૦૦૫માં પંજાબકેસરી ગુરુ મહારાજના ચાતુર્માંસ દરમ્યાન થઈ હતી.
ત્યારે બધા ઉપાશ્રયાની સંગઠનાત્મક એક સભાને આપણા ગુરુદેવે પ્રેરણા આપી હતી. તેમના ચરણસેવક ગુરુજીએ ઉચિત અવસર સમજી મુનિ સુરેન્દ્રવિજયજી, મુનિ પ્રકાશવિજયજીની આંતરિક ઇચ્છા જાણીને એ સભાની સ્થાપનાની યાદ તાજી કરાવી. તે પ્રમાણે ગુરુદેવની સલાહુ સૂચના અનુસાર વિધાન અનાવવામાં આવ્યું અને ૧૯ પદાધિકારીએાના નેતૃત્વમાં આ સભાનું કાર્ય ફરી પ્રારંભ થઈ ગયું.
બિકાનેરમાં શ્રી શ્વેતાંબર જૈન મહાસભાની સ્થાપના આપ ગુરુવના ઉપદેશથી સમારેહપૂર્વક થઈ.
આ મહુ!સભા કેાઈ એક ગચ્છ કે સંપ્રદાયની નહિ પણ બધા ગચ્છની છે. આ મહાસભાના ઉદ્દેશ એ રહેશે કે બિકાનેરમાં તથા બિકાનેર જિલ્લામાં જ્યાં જ્યાં મદિર છે તે બધાની સારસંભાળ કરવી. તેની સુંદર વ્યવસ્થા કરવી. જીર્ણોદ્ધાર કરાવવે. દરેક મંદિરની આશતના મટાડવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org