________________
જિનશાસનન
૩૬૧
તે તેઓશ્રીના ચરણોની રજ પણ નથી. મારે માટે પ્રવેશેત્સવની શું જરૂર છે?
કેવી નમ્રતા, કેવી લઘુતા ! ધન્ય ધન્ય! આથી તે લાખે ભક્ત તેમના ચરણે પર વારી જાય છે. ગ્રામાનુગ્રામ ઉપદેશામૃત વરસાવતા વરસાવતા ગુરુદેવ મહા સુદિ બીજ તા. ૭-૨-૭૦ શનિવારના રોજ ભાવનગર પધાર્યા.
ભાવનગર તે ભાવનાઓનું નગર છે. સુપ્રસિદ્ધ “જૈન” સાપ્તાહિક પત્ર ૭૦-૭૨ વર્ષથી અહીંથી પ્રકાશિત થાય છે. મહાત્મા ગાંધીના જીવનની અનેક સમૃતિએ આ શહેર સાથે સુસંબદ્ધ છે. સમુદ્ર કિનારે છે. આ સમુદ્ર આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિના સ્વાગતને માટે તરંગે ઉછાળી રહ્યો હતે. એક ચકવતીની ભેટ બીજા ચકવતથી નથી થઈ શકતી પણ એક સમુદ્ર બીજા સમુદ્રથી મળી ગયો.
ભાવનગરને પ્રવેશોત્સવ અવર્ણનીય હતે. તેની અનુભવી જ જાણી-માણુ શકે. અને સમુદ્રોની જેમ માનવસમુદ્ર લહેરાઈ રહ્યો હતો. અનેક સંસ્થાઓ, હજારો નરનારીઓ પિતાની વિવિધ પ્રકારની ભક્તિભાવનાઓ પ્રગટ કરી રહ્યાં હતાં. પ્રવેશ બાદ શ્રી મદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના અત્યાગ્રહથી ગુરુદેવે “કર્મોની વિચિત્ર લીલા” વિષય પર પ્રવચન કર્યું હતું. ભગવાન મહાવીરના પરિસહ-ઉપસર્ગોનું વર્ણન કર્યું. ભગવાન બુદ્ધના પગમાં કાંટે વાગવાનું દૃષ્ટાંત આપ્યું. વર્તમાનમાં પૂજય આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org