________________
,
કે
છે
૮૨. પ્રેરક પ્રસંગો
સિરોહીમાં કેઈ કારણસર શ્રીસંઘમાં બે પક્ષ પડી ગયા હતા. પ્રખર તપસ્વી શ્રી પ્રકાશવિજયજી મહારાજે (આચાર્ય) એકતાને માટે અનશનવ્રત લીધું હતું. છેવટે બિકાનેરનિવાસી ગુરુભક્ત શ્રી રામરતનજી કચર, લુણાવાનિવાસી મુન્નાલાલજી, બિજાપુરનિવાસી ગુરુભક્ત શ્રી ઉમેદમલજી, સાદડીનિવાસી શ્રી શેષમલજી, મુંડારાનિવાસી શ્રી તારાચંદજી ભંડારી, બાલીનિવાસી શ્રી અગરચંદજી, ખુડાલાનિવાસી શ્રી પૃથ્વીરાજજી, શિવગંજનિવાસી શ્રી પુખરાજજી આ આઠ મહાનુભાવોના ડેપ્યુટેશનના પ્રયત્નથી તથા જયપુર નિવાસી શ્રી હીરાચંદજી વૈદના પ્રયત્નથી સફળતા મળી. એકતા થવાથી સંઘના આબાલવૃદ્ધમાં આનંદમંગળની વૃદ્ધિ થઈ. તપસ્વી શ્રી પ્રકાશવિજયજી( આચાર્ય)એ પારણું કર્યા. સંઘમાં આનંદની લહેર લહેરાણી. આ ડેપ્યુટેશન પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી ગયું હતું અને તેમના આશીર્વાદથી સફળતા મળી હતી.
લુણવા વ્યાખ્યાન હોલ પર નામાંકિત તખ્તી લગાડવામાં સંઘમાં કાંઈ મતભેદ હતે. ગુરુદેવે તે માટે સમાધાન તથા શાંતિને પ્રયત્ન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org