________________
જિનશાસનન
૩૫૭
હમીરગઢ, ઈકબાલગઢ, ચિત્રાસણી થઈને પિષ સુદિ ૪ તા. ૧૧-૧-૭૦ શનિવારના રોજ પાલનપુર પધાર્યા. પાલનપુર તે પંજાબ કેસરી ગુરુદેવનું ભાગ્યશાળી ક્ષેત્ર છે. ગુરુદેવના અનેક ઉપકારોથી ઉપકૃત છે.
મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી સંઘે મળીને અનુપમ શેભા અને ઉલ્લાસથી પ્રવેશ કરાવ્યો. બીજે દિવસે સંક્રાન્તિ હેવાના કારણે બીજોવા, પંજાબ, બિકાનેર આદિથી ઘણા ભાઈઓ આવ્યા હતા. અતિથિઓની સેવાથી નગરશેઠના ભત્રીજા શ્રી દલપતભાઈ તથા શ્રી નાનકચંદભાઈ એ ખૂબ પરિશ્રમ લીધે હતે. તથા આ. કારસૂરીશ્વરજી, વયેવૃદ્ધ આચાર્ય શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી આદિ મુનિમંડળના પધારવાથી પરસ્પર મિલન વાર્તાલાપથી ખૂબ ખૂબ આનંદ રહ્યો. આપણું ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં કહ્યું કે આપણે બધા એક જ વૃક્ષના ફળ છીએ પણ અમરા અંદર અંદરના નજીવા મતભેદે અમને જુદા પાડયા છે અને તેનાથી જૈન સમાજમાં ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
આ સાધુઓના સંમિલનને શ્રી સંઘ પર ઘણે સુંદર પ્રભાવ પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org