________________
૧૮૦
જિનશાસનર
દ્વારા દર્શનાર્થે આવ્યા હતા. સાથે લાલા રતનચંદજી, લાલા ઘનશ્યામજી, લાલા કુંજીલાલજી આવ્યા હતા. શ્રી. ધીરજલાલભાઈએ જામનગર પધારવા વિનંતિ હતી.
ધર્મના પસાયે ગુરુદેવની પ્રેરણા તથા કૃપાથી એ નિશ્ચિત થયું કે મહાવીર જયંતી, સંવત્સરી, અનન્ત ચૌદશ, ભાદરવા સુદિ પંચમી, ઋષિપંચમીના દિવસોમાં કસાઈખાના બંધ રહેશે. આ આગ્રા નગરપાલિકાનું સર્વશ્રેષ્ઠ કાર્ય હતું, પ્રતિવર્ષને માટે આ નિર્ણય હતા. ભાદરવા સુદિ ૧૧ ના રોજ જગદ્ગુરુ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિ (જયંતી) શ્રી વીરેન્દ્રકુમાર જૈન મુસિફની અધ્યક્ષતામાં ધૂમધામથી ઊજવવામાં આવી.
અંબાલા કોલેજના પ્રોફેસર ગુરુભક્ત શ્રી પૃથ્વીરાજ જૈનની અધ્યક્ષતામાં ગુરુકુળ ગુજરાવાલાના ભૂતપૂર્વ છાત્રોનું સંમેલન મળ્યું. સનેહવૃદ્ધિ તેમ જ વાર્તાલાપ આદિ નવીન સમાજ દ્વારક કાર્યક્રમોની ભેજના થઈ. ભૂતપૂર્વ છાત્ર તથા કાર્યકરને ગુરુમહારાજના પરમ પુનિત સંદેશને લાભ મળે.
ગુરુમહારાજના લેહામંડીના ઉપાશ્રયે પધારવાથી શ્રી કવિવર ઉપાધ્યાયશ્રી અમરમુનિજીના શ્રી વલ્લભજયંતીના પ્રવચન તથા પ્રત્યેક શુભ અવસર પર પરસ્પર મિલનથી બંને સ પ્રદામાં પ્રેમનું વાતાવરણ પ્રસારિત થયું. કાર્તિક સુદ બીજ(ભાઈબીજ)ના રોજ ગુરુદેવ આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org