________________
જિનશાસનરત્ન
હુંસરાજજી સરાના જે મતભેદ હતા તે ગુરુમહારાજની પ્રેરણાથી સમાપ્ત થયેા.
૨૩૨
જ`ડિયાલા ગુરુમાં કેટલાંક ઘરોમાં કટુતા ને કષાયવશ વૈમનસ્ય હતું પણ ગુરુવરની પ્રેરણા અને કૃપાથી તે અધા વિગ્રહ શાંત થયા. આ પણ ચારિત્ર્યબળના વિજય હતા. જ`ડિયાલા ગુરુથી વિહાર કરી સાત-આઠે માઈલ પર ગુરુદેવ પહાંચ્યા હશે ત્યાં સાંજના વખતે આહારપાણી કરીને બધા સાધુગણુ બિરાજમાન હતા. એ જ સમયે લાલા હુંસરાજજી સરાફ આદિ કેટલાક ભાઈએ આવ્યા. તેઓએ વિનંતી કરી કે ગુરુદેવ, આપ તે વિહાર કરી અત્રે પધાર્યાં પણ આપશ્રી ફરી જડિયાલા પધારે; કારણ કે આપના ચારિત્ર્યબળથી અને પ્રેરણાથી લાભ થશે. લાભાલાભને વિચાર કરી ગુરુદેવ ફરી જડિયાલા પધાર્યાં.
અહી' લાલા વૈશાખી શાહના પરિવારમાં લાલા સુખરાજજી આદિ તથા લાલા ટેકચંદજીના પ્રપૌત્ર લાલા ચંદ્રપ્રકાશજી આદિમાં કોઈ કારણવશ પરસ્પર વૈમનસ્ય થઈ ગયું હતું. તે એટલી હદ સુધી કે એક જ મકાનમાં રહેવા છતાં આપસમાં મેલવુંચાલવું પણ અંધ હતું.
ગણિવ જનકવિજયજી મહારાજ તથા લાલા કરમચંદજીના પ્રયત્નથી ગુરુમહારાજ તેમને ઘેર પધાર્યા.
ગુરુમહારાજનાં પાવન પગલાં પેાતાને ત્યાં થયાં તેથી બધાં ગુરુદેવને વંદન કરવા આવી મળ્યાં. ગુરુદેવે બધાંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org