________________
જિનશાસનન
૨૬૯ ચાર હજાર રૂપિયાનાં વસ્ત્ર જમ્મુ-કાશમીરમાં જઈને કેમ્પોમાં વસતા નિરાશ્રિત ભાઈઓમાં વહેંચવામાં આવ્યા. જૈન ગણનાના વિષયમાં બડતનિવાસી લાલા બાબુરામજી જમાદારને અનેક પરામર્શ આપતા પત્રો લખ્યા. - ચૌલા સાહેબ, તરણતારણ આદિમાં ધર્મ જાગૃતિ તેમ જ જનજાગૃતિનું કાર્ય થયું. ગણિવર શ્રી જનકવિજયજી મહારાજે ગ્રામમાં વિચરી ઉપદેશ આપવાનું મહત્વ બધાને. સમજાવ્યું.
ગુરુદેવ પાસેથી ત્રણ સાલ માટેની આજ્ઞા મેળવીને ગ્રામમાં અહિંસા સમાજ સ્થાપનાર્થ વિહાર કર્યો. ગુરુદેવે તેમને મંગળ આશીર્વાદ આપ્યા.
ગ્રામ જનતામાં અહિંસાપ્રચાર ભારતવર્ષના મૂળ પાયાનું કામ છે. દેવ, ગુરુ, ધર્મના પ્રતાપથી આપણા સેવાપ્રિય ગણિવર્ય શ્રી જનકવિજયજીને પૂર્ણ સફળતા મળી. ગુરુદેવના આ આશીર્વાદનું પાથેય સાથે લઈને તેમણે વિહાર કર્યો.
મુનિશ્રી જયવિજયજી મહારાજ(પન્યાસ)નું વ્યાખ્યાન વૈષ્ણવ મંદિરમાં થતું રહ્યું. લહરા ગામના ઉદ્ધારને માટે ફંડ પણ એકત્રિત થયું.
ગુરુદેવે છરા શ્રીસંઘને ઉપદેશ કર્યો કે બે ભાઈઓ મુંબઈ જાય તે ત્યાં પચીસ ત્રીસ હજારનું ફંડ એકત્રિત થઈ જશે. ગુરુભક્ત શેઠ ફૂલચંદ શામજીભાઈને પત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org