________________
જિનશાસનન
૩૦૫
આવી. હજારો ભાઈ–બહેને દીક્ષિતને વધાવી રહ્યાં. નવદીક્ષિતે તે સાધુવેશ પહેરીને ધર્મધ્વજ ચરવળે લઈને નાચી ઊઠ્યાં. જ્યારે તેમના ત્રણે બાળકોએ દીક્ષાનાં વા પરિધાન કર્યા ત્યારે તે એ ત્રિપુટીર દેવકુંવરો જેવા શોભી રહ્યાં હતાં.
ભાઈ ચીમનલાલનું નામ શ્રી અનેકાન્તવિયે રાખવામાં આવ્યું. ત્રણે પુત્રોનાં નામ કમશઃ જયાનંદવિજયજી, ધર્મ ધુરંધરવિજયજી તથા નિત્યાનંદવિજયજી રાખવામાં આવ્યાં. રાજરાનીનું દીક્ષાનું નામ સાથી અમિતગુણ રાખવામાં આવ્યું. સભા જયનાદોથી ગુંજી ઉઠી.
ગુરુદેવે શ્રી અનેકાન્તવિજયજીને પોતાના શિષ્ય જાહેર કર્યા. મુનિ યાનંદવિજયજી તથા મુનિ નિત્યાનંદ વિજયજી મહારાજને મુનિ અનેકાન્તવિજયના શિષ્ય જાહેર કર્યા. મુનિ ધર્મ ધુરંધરવિજયને મુનિશ્રી પદમવિજયજી મહારાજના શિષ્ય જાહેર કર્યા.
સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીને સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીશ્રી સુભદ્રાશ્રીજી મહારાજના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા મહોત્સવના પ્રસંગે આ નવદીક્ષિતેનાં બધાં કુટુંબીઓ આદિ પંજાબથી આવ્યા હતા. દિલ્હીથી લાલા નરપતરાય બૈરાતીલાલ આદિ આવ્યાં હતાં.
આ નવદીક્ષિતની વડી દીક્ષા પણ બડીતમાં થઈ. સં. ૨૦૨૪ મહા વદિ ૬ તા. ૨૧–૧૬૯ રવિવારના બડતનગરને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org