________________
STA ૬૮. શ્રાવક સંઘના કલ્યાણમાં
અમારું કલ્યાણ
જડિયાલા અમૃતસરથી માત્ર દસ માઈલ છે. હિંદુસ્તાન-પાકિસ્તાન યુદ્ધ ભારે ભયંકરતાથી થઈ રહ્યું હતું. જનતા ચિતિત રહેતી હતી. પરંતુ ગુરુ મહારાજની કૃપાથી સર્વ પ્રકારે પ્રશાંતિ રહી.
રાજસ્થાન, ગુજરાત આદિ પ્રદેશથી ગુરુદેવની સુખશાતા જાણવાને માટે તારે અને પત્ર આવતા રહ્યા. તે બધા ગુરુભકતને જવાબ લખી જણાવવામાં આવતા હતા કે જ્યારે શાસનદેવ તેમ જ બન્ને મેટા ગુરુ મહારાજેની કૃપા છે ત્યાં સુધી સર્વથા સુખશાંતિ રહેશે.
પાકિસ્તાની સેના ગડગડાટથી જંડિયાલા નગરના મકાનની દીવાલો અને ઉપાશ્રયની ભૂમિ ભૂકંપની જેમ હાલી ઊઠતી હતી. પ્રાયઃ વર્ષા પણ થતી રહેતી હતી. ગુરુદેવ તથા સાધુમંડળને સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જવાની વિનંતિઓ ગુજરાત, રાજસ્થાન, મુંબઈ આદિથી પત્રે તેમ જ તારે દ્વારા આવતી રહેતી હતી. પરંતુ પરમ પ્રતાપી, ક્ષમાસાગર આપણું ચરિત્રનાયકની છત્રછાયામાં સમસ્ત શ્રમણ સંઘને દઢ નિશ્ચય હતો કે શ્રાવક સંઘના કલ્યાણુમાં જ અમારું કલ્યાણ છે.
૧૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org