________________
જિનશાસનરન
૨૮૯
હંમેશા રહેશે. ગુરુદેવે ફરમાવ્યું કે, ભાગ્યશાળીએ ! હું તે મેટા મહારાજ ગુરુદેવને આજ્ઞાકારી પૂજારી છું. પંજાબ તે મને પ્રાણથી પ્યાર છે. પંજાબની સેવા આજન્મ કરતો રહું એવી તમન્ના છે. હું ગુજરાત, રાજસ્થાન, મુંબઈ ગમે ત્યાં હઈશ પણ પંજાબના મારા પ્રાણપ્યારા ગુરુભક્તોને કદી કદી નહિ ભૂલું.
નન્દનપુર, ગેવિંદગઢ, સરહિન્દ, વસન્તપુરા થઈને અંબાલા પધાર્યા. શાનદાર પ્રવેશ થા. ગુરુજીએ કહ્યુંસંગઠિત થઈને રહેશે. આ યુગમાં સંગઠન એ જ બળ છે. મહાવીર જયંતી ત્રણે સંપ્રદાયેએ મળી એક સાથે ઊજવી. ભારે આનંદ રહ્યો. ગુરુ મહારાજ જ્યાં પધારે છે ત્યાં આનંદની વર્ષા થઈ રહે છે.
અંબાલા શ્રીસંઘને ઉપદેશ આપ્યું કે ગુરુ મહારાજની વિદ્યાવાટિકાઓ લીલમલીલી હરીભરી રાખશે. તે માટેની વિધવિધ પ્રવૃત્તિઓ કરતા રહેશે. આ માટે પ્રમાદ ન કરશે. આ વિદ્યાવાટિકાઓ જૈન સમાજનું ભૂષણ છે. આવતી કાલના સમાજના ઘડવૈયાઓ અને ચારિત્ર્યશીલ નાગરિકના ઘડતરનું કામ આ સંસ્થાએ કરવાનું છે. જૈન નગર, શાહબાદ, ખાનપુર, પીપલી, રાયપુર, નીલ ખેડી, પાનીપત, કરનાલ, મધુવન, ઘરડા, સંભાલખા થઈને ગુરુવર દિલ્હી પાસે કુન્ડલી ગામ પધાર્યા.
દિલહીથી ઘણે ભાઈઓ સ્વાગતાર્થ આવ્યા હતા. અહીં સંક્રાન્તિ ઉત્સવ મનાવ્યો.
૧૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org