________________
જિનશાસનરત્ન
૨૯૫
માણેકચંદજી ખેતાલા શુભ ભાવના સાથે પધાર્યા. સાથે મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના સુચાગ્ય કાર્ય કર્તા શેઠ પટલાલ ભીખાભાઇ, શેઠ જેશીંગલાલ લલ્લુભાઈ, શેઠ જગજીવન શિવલાલ, શેઠશ્રી કાંતિલાલ સી. પરીખ, શ્રી રસિકલાલ ઝવેરી તથા શ્રી રસિકલાલ નાથાલાલ કેરા આદિ લગભગ સાઠ ભાઈ એ જમ્મુ પધાર્યાં. દાનવારિધિ શેઠ માણેકચંદજી ખેતાલાનાં કરકમલેાથી શિલાન્યાસ કરવામાં આવ્યેા. આ અવસર પર શેઠજીએ રૂા. ૧૭,૦૦૦) મંદિરના નિર્માણ અર્થે ભેટ કર્યો. જમ્મુ મંદિરના શિલાન્યાસ કરવાની ખુશીમાં મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી બને સંઘેનું સાધી વાત્સલ્ય થયું. સ્થાનકવાસી ભાઈ એ.એ પૂર્ણ પ્રેમપૂર્વક સહયેાગ પ્રદર્શિત કર્યાં.
શેઠ માણેકચંદજી ખેતાલા પાછા ફરતાં ગુરુદેવના દર્શનાથે દિલ્હી પધાર્યાં હતા. તે અવસર પર મુંબઈનિવાસી શેઠ પેપટલાલ ભીખાભાઈ, લાલા કુંજલાલજી, શેઠ જેશીંગલાલ લલ્લુભાઈ, શેઠ જગજીવન શિવલાલ, શ્રી રસિક ઝવેરી, શ્રી જશવ ́તલાલ મહેતા, શ્રી રસિકભાઈ કેારા વગેરે અનેક સમાજહિતેષી પધાર્યા હતા. આ સમાગમ ખૂબ આનંદપ્રિય રહ્યો. શેઠ માણેકચંદજી ખેતાલાજીની દાનવીરતાની સત્ર ભુરિભૂરિ પ્રશંસા થઈ.
મુંબઈ જતાં દન માટે આવેલ મુંબઈના આગેવાને એ મુંબઈ પધારવાની વિનંતી કરી. શેઠ માણેકચંદજી ખેતાલાએ મદ્રાસ પધારવાની વિન'તી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org