________________
૨૯૬
જિનશાસનન બિકાનેરથી કલકત્તા જતાં ધર્માત્મા સુશ્રાવિકા તારામતીબહેન અહીં દર્શનાર્થે આવ્યાં. આ શ્રી તારામતીબહેન કરોડપતિ છે. સ્થાનકવાસી ઘરમાં લગ્ન થયાં, પરંતુ સંઘપતિ શેઠ હરખચંદજી કાંકરિયા આદિ બધે પરિવાર ઉદાર છે. શ્રી તારાબહેનને ક્રિયાકાંડ તેમ જ દાનાદિ માટે પૂર્ણ સ્વતંત્રતા છે. પોતાના કલકત્તાના વિશાળ ભવ્ય મકાનમાં જિનમંદિર નિર્માણ કર્યું છે. પાલીતાણામાં ભેજનાલય ચાલે છે તે પૂ. સાધુ-સાધવી વગેરે માટે ખૂબ જ લાભદાયી થઈ પડ્યું છે. તેની બધી વ્યવસ્થા સેવામૂર્તિ શ્રી કનકબહેન કરી રહેલ છે. વિશાળ ધર્મશાળા બનાવી છે. ગરીબની સહાયતા માટે સર્વદા તત્પર રહે છે. ધન્ય છે એવી સેવાપ્રિય ઘર્મનિષ્ઠ ઉદારચરિતા શ્રાવિકાને.
તેમણે વ્યાખ્યાન વાચસ્પતિ ૧૦૦૮ આચાર્ય દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પાલીતાણ માટે સંઘ કાઢ્યો હતો. સંઘપતિ હરિશ્ચન્દ્ર કાંકરિયા પણ દાનવીર છે. ઉદારતાથી લાભ લેતા રહે છે. પાલીતાણામાં તેમના દાનથી પ્રતિદિન ભેજનશાળા ચાલે છે.
શ્રીમાન શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ દર્શનાર્થે પધાર્યા. કાંગડા મંદિરના દર્શનાર્થે પંજાબ ગયા અને એ પ્રાચીન તીર્થનાં દર્શન કરી જીવન ધન્ય કર્યું. આ એક પ્રાચીન તીર્થ છે. સીમાન્ત રહેલું આ એક તીર્થ સંઘનું ગૌરવ છે. આ પ્રાચીન તીર્થની સારસંભાળ કરવી એ સંઘની પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org