________________
જિનશાસનરત
૨૭૭ ત્રણ સાલ પહેલાં દાદા ગુરુના સ્મારક માટે આયેજના થઈ હતી. તેનું કાંઈ પણ સક્રિય કામ થયું નહોતું. ગુરુમહારાજે આ વાત બધાને યાદ કરાવી. આ કાર્ય માટે કમિટી બની. શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ શ્રી લાલા મેઘરાજજીએ વચન આપ્યું કે આ કાર્ય જલદી પૂરું થશે.
આ મીટિંગમાં શ્રી રામરતનજી કચર, શ્રી રૂપચંદજી સુરાણું આદિ કેટલાક ભાઈએ બિકાનેરથી આવ્યા હતા. કમિટીના નિર્ણય અનુસાર જીરામાં ચિત્ર શુદિ એકમના રોજ પરમ ગુરુદેવ ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની જન્મજયંતી ખૂબ આનંદ- ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી.
લહેરા ગામના ઉદ્ધારને માટે પણ કમિટી બનાવવામાં આવી. આ માટે જીરા શ્રીસંઘે જીરામાં ચાતુર્માસ કરવાને માટે અત્યંત આગ્રહપૂર્વક વિનંતિ કરી.
ગુરુદેવે ફરમાવ્યું કે હમણાં તે વિહારને વિચાર છે. પછી તે જેવી સ્પર્શના હશે અને જ્ઞાની ભગવતે જે જ્ઞાનમાં જોયું હશે તેમ થશે. ચાતુર્માસ માટે જૈનેતર બંધુઓને પણ અત્યંત આગ્રહ હતે. અહીથી વિહાર કરી તલવંડી આદિ થઈને જગરાવાં પધાર્યા.
જગરાવામાં વેતાંબર મૂર્તિપૂજક લાલા અમરનાથ ધર્મપાલજીનું એક જ ઘર છે. લાલાજીએ પૂર્ણ ભક્તિભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org