________________
૨૭૮
જિનશાસનના
પૂર્વક ધૂમધામથી નગરપ્રવેશ કરાવ્યું. સ્થાનકવાસી ભાઈએને પણ પૂર્ણ સહયોગ રહ્યો. સ્થાનકમાં પણ વ્યાખ્યાન થયું. બધા ભાગ્યશાળીઓએ લાભ લીધે. લાલાજી અમરનાથજીએ પિતાના સ્વર્ગીય પિતાની સ્મૃતિમાં શ્રી આત્મવલલભ ઔષધાલયની ઉદ્દઘાટનક્રિયા કરાવી. મહાસભાની ! વિશેષ બેઠક હોવાથી અહીં પંજાબનાં વિભિન્ન નગરથી લગભગ દોઢસો ભાઈઓ આવ્યા હતા. લાલાજીએ બધા મહેમાનની ભેજનાદિકથી પૂર્ણ સેવાભક્તિને લાભ લીધે.
અહીંથી ગુરુવર રાયકેટ પધાર્યા. રાયકેટમાં સંક્રાંતિ ઉત્સવ થશે. આ પ્રસંગે દિલ્હી, લુધિયાના, જીરા, માલેરકેટલા આદિથી અનેક ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા. ચાતુર્માસ માટે પણ વિનંતીઓ થઈ
રાયકેટ મ્યુનિસિપાલિટીએ ગુરુમહારાજના ઉપદેશથી તથા ધર્મલાભપ્રાપ્તિની ખુશીમાં સાલમાં છ દિવસ કતલ-. ખાનાં બંધ રાખવાને પ્રસ્તાવ પસાર કર્યો.
રાયકેટ શ્રીસંઘમાં પરસ્પર મનદુઃખ હતું. ગુરુદેવની. કૃપાથી તેનું સુખદ સમાધાન થયું. જે ભાઈએ મંદિરમાં આવવાનું બંધ કર્યું હતું તે ફરી દેવદર્શનાર્થે આવવા. લાગ્યા. પ્રભુની સેવા પૂજા કરવાની શરૂઆત પણ કરી દીધી. પ્રતિદિન અગ્રવાલ ધર્મશાળાના વિશાળ સભાગૃહમાં વ્યાખ્યાન થતાં રહ્યાં. સ્થાનકવાસી ભાઈઓ, અગ્રવાલ. ભાઈએ તેમ જ અન્ય જૈનેતર ભાઈ એ મેટી સંખ્યામાં વ્યાખ્યાનનો લાભ લેતા રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org