________________
૨૪૦
જિનશાસનરા. પંચકૂલાની પ્રસિદ્ધિની વાત કરી તથા વર્ષોથી ચાલતી સંસ્થા આ કતલખાનાના કારણે બંધ કરવાને સમય આવી જાય તેવી સંભાવના છે. વળી લાખ રૂપિયા ખર્ચે તૈયાર કરેલાં મકાને આદિ વિષે આચાર્યશ્રીને માહિતી આપી.
આપણા ચરિત્રનાયકને ગુરુકુળ પ્રત્યે મમતા હતી. આવું સમૃદ્ધ વિદ્યાધામ એ પ્રદેશનું ભૂષણ હતું. આચાર્ય શ્રીએ સંચાલકોને સાંત્વન આપ્યું અને પોતે તે કતલખાનું બંધ કરાવવા માટે ઝુંબેશ શરૂ કરી. સરકારને પંચકૂલા ગુરુકુલની સંસ્થાના વિકાસવર્ધનની માહિતી આપી અને આ વિદ્યાધામ પાસે કઈ પણ રીતે કતલખાનું ન જ થવું જોઈએ તે માટે જોરદાર હિલચાલ કરી. સરકારી અમલદારે પણ વિચારમાં પડી ગયા. આચાર્યશ્રીએ તો પંચકૂલા ગુરુકુલ જોઈ જવા આમંત્રણ આપ્યું અને આચાર્યશ્રીએ એક પ્રતિનિધિમંડળ પિતાના તરફથી કહ્યું.
આ જોરદાર હિલચાલની જાદુઈ અસર થઈ. જાણે ચમત્કાર થયે અને કતલખાનું એ જગ્યાએ નહિ જ થાય તેવાં સરકારી ફરમાન પણ નીકળ્યાં. ગુરુદેવની વાણીમાં જાદુ છે અને તેમના પુણ્ય પ્રભાવે તેઓ જે કોઈ કાર્ય હાથ પર લે છે તેને પાર ઉતારવા પ્રયત્ન કરે છે અને તેમને સફળતા મળે છે. પંચકુલા ગુરુકુળના અધિષ્ઠાતા તથા સંચાલકને ખૂબ ખૂબ સંતોષ થયા. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીની પ્રતિભા અને પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. આ સાથેના પત્ર ગુરુદેવના કાર્યની ફલશ્રુતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org