________________
જિનશાસનન
૨૫૯
શ્રી શૌરીપુર તીર્થયાત્રાને સંઘ ગુરુદેવની છત્રછાયામાં નીકળે. સંઘના પ્રસ્થાનમાં ધર્મવીર મહાનુભાવ લાલા મથુરદાસ દીનાનાથ (મહેન્દ્રકુમાર), લાલા માણેકચંદ છોટાલાલ (શ્રી કપુરચંદજી), લાલા દીવાનચંદ સૂર્યપ્રકાશજી, લાલા જ્ઞાનચંદ્ર રાજેન્દ્રકુમાર, લાલા લછમનદાસ ફકીરચંદ (કડીમલજી) વગેરેએ ધર્મલાભ લીધે. યાત્રા સંઘમાં સાવીશ્રી સમતાશ્રીજી આદિ કેટલાંક સાધ્વીજીઓ હતાં.
નસીરપુર, શિકહાબાદ થઈને ફિરોજાબાદ પધાર્યા. અહીં કાચની બંગડીઓના વ્યાપારી અનેક ગોડવાડી તેમ જ મારવાડી ભાઈઓ રહે છે. ગુરુદેવને પ્રવેશ આનંદપૂર્વક થયો. અહીં સંઘમાં ઘણાં વર્ષોથી મતભેદ ચાલ્યો આવતો હતો. ગુરુદેવની પ્રેમભરી સમજાવટ તથા પ્રેરણાથી સુખદ સમાધાન થયું અને ચાર શૂઈ તથા ત્રણ શૂઈનાં મંદિર જુદાં જુદાં હતાં પરંતુ હવે બને એ એક જ શિખરબંધ મંદિર બનાવરાવવાનો નિર્ણય કર્યો.
શેઠ છદામીલાલજી કરોડપતિ દિગંબર જૈન છે. પરંતુ સાદગી અને વિશાળતા તથા ઉદારતાને ખજાને છે. આવા ધમનું જીવન ધન્ય હોય છે. તેમની ઉદારતાથી એક ડિગ્રી કોલેજ તેમ જ એક હોસ્પિટલ ચાલી રહેલ છે. સીધે સાદે સ્વભાવ, સંયમિત જીવન, ઉદાર જૈન ધર્મની ભાવના જઈને જિને સમાજની એકતાનાં પ્રકાશનાં કિરણે દૃષ્ટિગોચર થયાં. તેમની વિનંતિને માન આપીને તેમના દ્વારા નિર્માત મંદિર, પુસ્તકાલય, હસ્પિટલ, કીર્તિસ્તંભ આદિનું અવલોકન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org