________________
૨૫૮
જિનશાસનરત્ન
કરવામાં આવી. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા મૂળનાયક રૂપે શેઠ કિરડીમલજી જોરાવરસિંહજી દુગડે પધરાવી. નીચેના ભાગમાં ચાર-પાંચ પ્રતિમાઓ તથા અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમા, પદ્માવતી દેવીની પ્રતિમા તથા જંગમ યુગપ્રધાન દાદા જિનદત્તસૂરીશ્વરજી મહારાજ તથા અકબરપ્રબંધક જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની ચરણપાદુકાઓ જુદા જુદા સદ્ગૃહસ્થા તરફથી પધરાવવામાં આવી. પંજાબદેશે ઉદ્ધારક ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પ્રતિમા લાલ ચુનીલાલ લાભચંદજી જૈન મુન્હાનીએ પધરાવી. પંજાબ કેસરી ગુરુદેવ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજની પ્રતિમા લાલા દીવાનચંદજી સૂર્યપ્રકાશજીએ પધરાવી. આ રીતે તાજમહાલની નગરીને શ્રી ગુરુ મહારાજે આધ્યાત્મિક તાજમહાલની નગરી બનાવી દીધી.
આગ્રામાં ગુજરાવાલાનિવાસી લાલા ચુનીલાલજી મુન્હાની જૈન શરાફ ભક્તિપ્રધાન પુરુષ છે. તે કોઈ પણ જાતને ભેદભાવ રાખ્યા વિના પ્રત્યેક સંપ્રદાયના સાધુ, સાધ્વીઓની ભક્તિ-સેવાસુશ્રષા તન, મન, ધનથી કરવામાં તત્પર રહે છે. તેમનાં સહધર્મચારિણી ધર્મપરાયણ શ્રાવિકા છે. ગુરુદેવ પ્રત્યે તેઓની ભક્તિભાવનાનું તે પૂછવું જ શું! ગુરુદેવના હિન્દી જીવનચરિત્રના પ્રકાશનમાં આર્થિક વ્યયમાં પણ તેમણે સહયોગ આપે હતા. આ રીતે ગુરુભક્તિને પૂર્ણ લાભ લેતાં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org