________________
૫૧. પંજાબમાં જૈન કોન્ફરન્સ
શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સના અધિવેશન માટે પંજાબ શ્રીસંઘનું આમંત્રણ હતું. શ્રી આત્માનંદ જૈન મહાસભાએ તે અધિવેશન જૈનનગરી અને ઉદ્યોગનગરી લુધિયાનામાં ભરવાનો નિર્ણય કર્યો હતો.
લુધિયાનાના ગુરુભક્તોએ આપણા ચરિત્રનાયક ગુરુવર્યને કૉન્ફરન્સમાં પધારવા પ્રાર્થના કરી હતી. પંજાબકેસરી યુગદિવાકર આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ તે કોન્ફરન્સના પ્રાણદાતા હતા. જ્યાં જ્યાં કોન્ફરન્સનું અધિવેશન મળે ત્યાં પિતાને પ્રેરણાત્મક સંદેશ મેકલતા રહેતા હતા. ફાલનાના અધિવેશનમાં આપણુ સમયજ્ઞ આચાર્યશ્રીએ ઘણા વખતથી ચાલતા મતભેદને નિવારવા ભારે પ્રયાસો કર્યા હતા. ફાલનામાં ગુરુદેવે જણાવ્યું હતું કે ઐક્ય માટે આચાર્ય પદવીનો ત્યાગ કરવા તૈયાર છું. કોન્ફરન્સના સુવર્ણ અધિવેશન સમયે તે એ યુગદ્રષ્ટાએ પ્રેરણાના પીયૂષની વર્ષા કરી હતી. મુંબઈનાં હજારો ભાઈ-બહેનોએ તથા ભારતભરના પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોએ ગુરુદેવની સમયસૂચકતા તથા માર્ગદર્શન અને સમાજકલ્યાણની તમન્નાનાં દર્શન કર્યા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org