________________
જિનશાસનને
૨૦૩.
ગુજરાનવાલા નિવાસીની સુપુત્રીની દીક્ષા ભવ્ય વાતાવરણમાં થઈ. તેમનું નામ પ્રિયદર્શન રાખવામાં આવ્યું. તેને સાધ્વી જશવંતશ્રીની શિષ્યા જાહેર કરવામાં આવી. દીક્ષાના સ્મરણાર્થે વિદ્યાર્થી ફંડ કાયમ થયું. અહીં વેતાંબર મૂર્તિ પૂજક તથા સ્થાનકવાસી સમાજમાં ખૂબ સમધુર સંબંધ સ્થાપિત થયે. એકબીજાના ઉત્સવમાં બન્ને પક્ષેના સાધુગણ ઉપસ્થિત થતા હતા. ધમને જયજયકાર થઈ રહ્યો. અનેક સંમેલન, કવિદરબાર, ધાર્મિક સત્સંગથી અંબાલાપુરી અમરપુરી બની ગઈ હતી.
અંબાલામાં ગણિવર શ્રી જનકવિજયજીના પ્રયત્નથી શ્રીમતી રુકિમણીદેવીની અધ્યક્ષતામાં શાકાહાર સંમેલન થયું હતું.
૨૦૧૬ નું ચાતુર્માસ અંબાલામાં આનંદ-ઉલ્લાસપૂર્વક થયું.
વિ. સં. ૨૦૧૭ ના પષ વદિ ત્રીજના અંબાલાથી વિહાર કરી અંબાલા છાવણી, થાનેસર, નીલ ખેડી, પધાર્યા. નીલે ખેડીમાં ગુજરાનવાલા નિવાસી લાલા મગનલાલ પ્યારાલાલની ચોખાની મિલ છે. તેમના પ્રપૌત્ર લાલા અભયકુમારજી તેની વ્યવસ્થા સંભાળે છે. તે એકલા હેવા છતાં સુંદર સ્વાગત કર્યું. બહારથી આવનારાઓની ભાવપૂર્વક ભેજન આદિથી ભક્તિ કરી. અહીંથી કરનાળ કુન્ડલી ગામ આદિ થઈને દિલ્હીના રૂપનગરને ચરણસંચરણથી પાવન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org