________________
જિનશાસનરન
૨૧૩
ત્રિગુણમાળાની સમાન આ ત્રણે વિદ્વાન રત્નોનું ભાવભર્યું સનેહમિલન હૃદયંગમ હતું.
શ્રી શુકલચંદજી મહારાજ તથા શ્રી સુશીલમુનિજી મહારાજ ફરી પધાર્યા. મધુર મધુર વાર્તાલાપ થયે. સરસાવા, યમુનાનગર, જગાધરીમાં ધર્મોદ્યોત કરતા કરતા ગુરુદેવ સાઢેર પધાર્યા. અહીં ધર્મોપદેશ આપીને અંબાલા પધાર્યા.
અંબાલામાં સંક્રાતિ ઉત્સવ, શ્રી મહાવીર જયંતી ઉત્સવ, શ્રી આત્માનંદ મહાસભાની બેઠક, દાદાગુરુની સ્વર્ગ જયંતી આદિ ઉત્સવ થયા.
લુધિયાના શ્રીસંઘના આગેવાની આગ્રહભરી ફવિનંતીથી લુધિયાના તરફ વિહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org