________________
૨૨૫
જિનશાસનન સમારેહપૂર્વક પ્રવેશ થયે. અહીં સંક્રાન્તિ ઉત્સવ ઊજવવામાં આવ્યા. બહારથી લગભગ એક હજાર ભાઈ એ આવ્યા હતા. શ્રી સંઘે ઘણી સારી ભક્તિ કરી.
નકદરથી વિહાર કરી શાહકેટ થઈને સુલતાનપુર પધાર્યા. અહીં તપસ્વી મુનિ પ્રકાશવિજયજી આચાર્ય તથા શ્રી નંદનવિજયજી વિહાર કરતા કરતા આવી મળ્યા.
સુલતાનપુરમાં સ્થાનકવાસી ભાઈઓનાં ઘર છે. લાલા નેમિચંદજી ઘણું ધર્મનિષ્ઠ તથા ભક્તિભાવી છે. સ્થાનકવાસી હેવા છતાં ગુરુદેવ પ્રત્યે ખૂબ ભક્તિભાવ તથા શ્રદ્ધા રાખે છે. ગુરુદેવના પધારવાની ખુશાલીમાં ગામમાં તેમણે લાડુની પ્રભાવના કરી. તેમનાં ધર્મપત્ની શ્રીમતી પૂરણદેવીજી મિયાનીનિવાસી ધર્માત્મા લાલા રામચંદ્રની સુપુત્રી છે. પન્યાસ
શ્રી જયવિજયજી મહારાજનાં સંસારી બહેન છે. ધર્મશીલા તથા ભક્તિભાવભરી દીપિકા છે. તે વારંવાર તીર્થયાત્રા આદિનો લાભ લેતી રહે છે.
ઉપાધ્યાય પ્રકાશવિજયજી મહારાજે હેશિયારપુરમાં ઉપધાન કરાવ્યા ત્યારે આ બન્ને પતિ પત્ની ભાગ્યશાળીએએ ઉપધાન ર્યા હતાં. દાનપુણ્યમાં પણ તેઓ સારી રુચિ ધરાવે છે. તેઓએ ભક્તિભાવપૂર્વક ઍન્ડવાજાથી ગુરુદેવને પ્રવેશ કરાવ્યો હતો. અહીંથી વિહાર કરી શાહકેટ થઈને જીરા પધાર્યા. શ્રીસંઘે સમારેહપૂર્વક પ્રવેશ કરાવ્યો. આ જીરાનગરની પાસે પંજાબના પરમ ઉપકારી તથા ઉદ્ધારક ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વર ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org