________________
२२०
જિનશાસનન
સમજે છે. જૈન સમાજ વિધીની હિંસા અટકાવવાને અધિકારી છે.
ચીનનું આક્રમણ આપણે માટે વરદાન બની ગયું છે કારણ કે આ અભૂતપૂર્વ જાગૃતિનું એ અગ્રદૂત બન્યું છે. આપણે પ્રધાનશ્રીની મારફત સરકારની સેવામાં પ્રાર્થના કરીએ છીએ કે આવી દેશની કટેકટીના સમયે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ, મંત્રીમંડળના આકારને ઘટાડવા તેમ જ આપણું ખર્ચ ઓછા કરવાને માટે ગંભીરતાપૂર્વક વિચાર કરે.
ગણિશ્રી જનકવિજયજીએ ઉદ્ઘેષણ કરી કે આપણે આપણે એક એક ઈંચ જમીન શત્રુ પાસેથી ખાલી કરાવવી છે. રાષ્ટ્રધર્મ સર્વમુખી છે. જૈન ધર્મ આક્રમણને પાપ માને છે પરંતુ આત્મરક્ષાની અનુમતિ મુખ્યત્વે માને છે. આપણે રકતદાનનું વચન આપી ચૂક્યા છીએ. અમે જ્યાં
જ્યાં જઈશું, જનતા જનાર્દનમાં રાષ્ટ્રપ્રેમને સંચાર કરીશું.
આચાર્યશ્રીએ આશીર્વચનનું કથન કરતાં કહ્યું કે ભારત ઋષિભૂમિ છે. આત્મરક્ષણથી બધું કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી આપણે અહિંસા, સત્ય ધર્મમાં નિષ્ઠાવાન છીએ, આપણે વિજય નિશ્ચિત છે.
શ્રી સત્યપાલ મિત્તલે કહ્યું કે જે દેશના ત્યાગી સંત પણ આવી એજસ્વી પ્રેરણા આપે છે તે દેશ કદી પણ પરાજિત થશે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary:org