________________
૫૬. રાષ્ટ્રપ્રેમનુ અપૂર્વ જાગરણુ
લુધિયાણા ખાતે ૨૭-૧૨-૬૨ ના રોજ અપેારના એ વાગ્યે આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલના વિશાળ પ્રાંગણમાં આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તથા ગણુિશ્રી જનકવિજયજીની નિશ્રામાં એક અદ્ભુત ઉત્સવનું આયેાજન કરવામાં આવ્યું હતું.
ઉત્સવના પ્રધાન પ'જાખ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તથા પંજાખ મંત્રીમડળના સદસ્ય સરદાર દરબારાસિંહજી હતા.
ગત સંક્રાન્તિના સુઅવસર પર આચાર્ય શ્રી તથા શ્રીગણિજી તથા અન્ય શ્રમણાએ ઘાયલ સૈનિકે માટે પેાતાનું રકતદાન કરવાની જાહેરાત કરી હતી અને સાથે સાથે અપીલ કરવામાં આવી હતી કે સ્ત્રીઓએ આ સકટના સમયમાં સુવર્ણ દાન કરીને રાષ્ટ્રની સુરક્ષામાં સહયેગ આપવાને લાભ લેવા જોઈએ. આચાય શ્રીની પ્રેરણાએ જાદુ કર્યાં. પંજાબ જૈન મહાસભાની મહિલા મડળ શાખા શ્રી આત્માનંદ જૈન શ્રાવિકા સઘ લુધિયાણાએ બારસા ગ્રામ સેનું એકત્રિત કરી દેશપ્રેમને આદશ ઉપસ્થિત કર્યાં. આજને ઉત્સવ એ ભેટ કરવા માટે ઊજવવામાં આવ્યે હતા. આ ઉત્સવમાં હજારે! નર-નારીએ અને બાળકે એ ભાગ લીધા હતા. જૈન સમૂહમાં દરેક ધર્મના લેાકેા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org