________________
જિનશાસનરત્ન
૨૦૫. જૈન સમાજના શ્રદ્ધય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પિતાનાં ઉદાર કરકમલેથી મંદિરનું શ્રાદ્ઘાટન કર્યું. પ્રતિષ્ઠાની શોભાથી સમસ્ત દિલ્હી જૈન સંઘની જાહેજલાલીથી મુગ્ધ બની ગઈ હતી.
ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મદ્રાસ, કલકત્તા, ઉત્તરપ્રદેશથી માનવમહેરામણ ઊમટી પડયો હતો. જાણે કે સમુદ્રગુરુની કૃપાથી ન માનવસમુદ્ર પ્રભુના ચરણ પખાળવા આવી ચડ્યો હતો. ધન્ય હતું એ દૃશ્ય ! ધન્ય હતે એ ધર્મોત્સાહ!
ગુરુમહારાજના પધારવાને લાભ કિનારી બજારમાં આવેલ ઉપાશ્રયને પણ મળ્યો. અહીં શ્રી વિજયશાંતિ સૂરીશ્વરજીના અંગ્રેજ શિષ્ય મિ. જે દર્શનાર્થે આવ્યા. લગભગ સવા કલાક વાર્તાલાપ ચાલે. ગુરુમહારાજ પ્રત્યે તેમની ભકિત પ્રશંસનીય હતી.
ગુરુદેવ પંજાબ કેસરી આચાર્ય ભગવંતનું ચિરસ્મરક બનાવવાને માટે આપણા ચરિત્રનાયક સતત ઉપદેશ કરતા રહ્યા. પૈસા ફંડની ચેજનાને માટે પણ પ્રેરણા કરતા રહ્યા.
ગાઝિયાબાદ પધારતાં ત્યાં કાલાબાગ આદિથી આવેલ શ્રાવક રહે છે. તેઓએ ગુરુદેવનું સુંદર સ્વાગત કર્યું. ગાઝિયાબાદ, મેદીનગર આદિને પવિત્ર કરતાં કરતાં ગુરુદેવ મેરટ પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org