________________
૨૧૦
જિનશાસનન
કબાલમાં પઠાણ અહમદખાં સાહેબ આપણા ગુરુવરના પૂર્ણ ભક્ત બની ગયા. તેમણે સ્થિરતા કરવા આગ્રહ કર્યો. ગુરુવર પાસેથી તેમણે પ્રતિજ્ઞા લીધી કે હું તથા મારાં સંતાન સર્વદાને માટે માંસભક્ષણનો ત્યાગ કરીએ છીએ. આથી ત્યાં એક દિવસ વધુ સ્થિરતા કરવામાં આવી. મુસલમાનભાઈએ મોટી સંખ્યામાં ગુરુવરની સુધાવાણું , સાંભળવા દોડી આવ્યા. ગુરુવરે પ્રેરણની વાણુમાં કહ્યું –
એક બુંદ પિશાબકી લગી વસ્ત્ર પર હેયા યા કિ ખૂન કી બુંદ હે, વસ્ત્ર પાક નહીં સેય ! અને વસ્ત્રો પહનકર, હે નમાજ નાપાક ! પિટમેં જબ તક માંસ હૈ, કૈસે હૈ વહ પાક. ઉદરમેં રખકર માંસક, પઢે નમાજ જો કેઈ ! કૈસે કબૂલ ખુદા કરે, ભાઈ એ સોચે સોય છે
આ સાથે ગુરુદેવે માંસભક્ષણ, દારૂ તથા જુગાર માટે ઈસ્લામ ધર્મમાં પણ મનાઈ કરી છે, અને પાક મુસલમાન કદી પણ માંસભક્ષણ કરી શકે નહિ તે ખુદાને આદેશ છે એમ સમજાવ્યું. આ પ્રેરણાત્મક સુધાવાણુએ જાદુ કર્યો. અનેક મુસલમાનભાઈઓએ માંસભક્ષણ, દારૂ અને જુગાર આદિ દુર્વ્યસનો ત્યાગ કર્યો અને સભામાં આનંદ આનંદ ફેલાઈ ગયે. મુસલમાન ભાઈઓને હૃદયપલટે આપણું ચરિત્રનાયકના આનંદને વિષય બની ગયે.
મુજફરનગરમાં દિગંબર આચાર્ય શ્રી વિમલસાગરજી મહારાજ બિરાજમાન હતા. એક આર્યાને લેચ થવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org