________________
પર. અંબાલામાં પ્રવેશ-મહોત્સવ
અંબાલા પંજાબનું પુણ્ય ધામ બની ગયું છે. પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય ભગવંત શ્રી વિજયવલભસૂરિનું પ્રેરણાધામ છે. શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી આત્માનંદ જૈન કોલેજ, વિજયાનંદ માસિક તથા આત્માનંદ ગુરુકુળ સંસ્થાઓ અહીં પંજાબને પ્રેરણારૂપ સુચારૂ રીતે ચાલે છે. ગુરુદેવના આગમનની ચાતકની જેમ રાહ જોવાતી હતી અને ૨૯-૬-૧૯૬૦ના રોજ અંબાલામાં પ્રવેશ થયો. - શ્રી આત્માનંદ જન કેલેજનું પ્રાંગણ અનુપમ રીતે સજાવ્યું હતું. શ્રીસંઘ તથા કોલેજના છાત્રો તથા કોલેજના સ્ટાફે બેન્ડવાજા સાથે ગુરુવરનું ભવ્ય સ્વાગત કર્યું. કૅલેજના વિશાળ હોલમાં સાર્વજનિક સભા થઈ. આ સભામાં વેતાંબર ભાઈ–બહેન, દિગમ્બર ભાઈ એ, સ્થાનકવાસી ભાઈઓ તથા જનેતર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી. અનેક રાજ્ય અધિકારી ગણ પણ પિતાને આદરભાવ પ્રગટ કરવા આવ્યા હતા. સ્વાગતનાં અનેક ભાષણે તથા ભજનો થયાં. શ્રીસંઘ તથા સંસ્થાઓની તરફથી અભિનંદનપત્ર સમર્પિત કરવામાં આવ્યાં. આચાર્યશ્રીએ જણાવ્યું કે ભાગ્યશાળીઓ, અભિનંદન તે બને ગુરુમહારાજનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org