________________
જિનશાસનરત્ન
આ અધિવેશનની સફળતા માટે જુદાં જુદાં શહેરાના સંધા આગેવાના-આચાય પ્રવરે તથા સસ્થાઓના પ્રેરક સદેશા આવ્યા હતા. આગમપ્રભાકર મુનિપુંગવ શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિના સંદેશ પણ આવ્યા હતા. આ પ્રસંગે સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ માટેના વિવિધ પ્રસ્તાવા પાસ થયા હતા. સ્વાગતપ્રમુખ તથા વરાયેલા પ્રમુખનાં પ્રેરક વચના થયાં હતાં. એ ઉપરાંત જુદા જુદા પ્રાંતના સમાજહિતૈષી આગેવાને અને વક્તાએનાં પણ સુંદર પ્રવચનેા થયાં હતાં. આ અધિવેશનમાં સ્થાનકવાસી પંડિત મુનિશ્રી હેમચંદ્રજી, જ્ઞાનમુનિજી આદિ સાધુસાધ્વીએ પધાર્યા હતાં. પજાખી ગુરુભક્તોએ મહેમાનનું ખૂબ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. લુધિયાનાનું આ ૨૧મું અધિવેશન હજારો ભાઈબહેનેાના જયનાદોથી આનંદપૂર્વક પૂર્ણ થયું હતું. ગુરુદેવની વૃદ્ધાવસ્થા તથા અસ્વસ્થતા હોવા છતાં ગુરુભકતાની વિનતીને માન આપી અધિવેશનમાં પધાર્યા હતા અને તેઓશ્રીએ સમાજના કલ્યાણ તથા ઉત્કર્ષ માટે પ્રેરણાત્મક સદેશેા આપ્યા હતા. રાવ સાહેબ પ્યારેલાલજીએ ચામાસાની વિનંતી કરી. અહી' તપસ્વી ઉપાધ્યાય પ્રકાશવિજયજી તથા (આચાર્ય) ઉપાધ્યાય સુરેન્દ્રવિજયજી આવી મળ્યા.
।
..
૧૯૯
અધિવેશન પછી અનેક ગ્રામાને ઉપકૃત કરતાં કરતાં તા. ૧૪-૫-૧૯૬૦ના રાજ માલેરકોટલા પધાર્યાં. અહીં અગ્રવાલ ભાઈ એના સંઘ છે. એ મંદિર અને ઉપાશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org