________________
જિનશાસનના
૧૯૫ લુધિયાનામાં સં. ૨૦૧૭ (ગુ. ૨૦૧૬) વૈશાખ વદિ ૧૩ વૈશાખી મેષ સંક્રાતિને દિવસ ૧ એપ્રિલ ૧૯૬૦. ના રેજ કસૂરનિવાસી હાલ લુધિયાનાના લાલા દીનાનાથજી દુગડની સુપુત્રી ચંદ્રકાન્તાકુમારીએ યુવાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાર્થીનું નામ સાધ્વી શ્રી સુન્નતાશ્રીજી રાખવામાં આવ્યું. વિદુષી સાધ્વી શ્રી મૃગાવતીશ્રીનાં શિષ્યા જાહેર કરવામાં આવ્યાં.
દીક્ષાનો બધે લાભ તેમનાં માતુશ્રી તથા મોટા ભાઈ શાદીલાલજી તથા નાના ભાઈ પ્રેમચંદજીએ લીધે. તે જ દિવસે તેમના મામા પટ્ટીનિવાસી લાલા સુંદરલાલજી, લાલા કરતૂરાલાલજી, લાલા રાજકુમારજી તથા લાલા મુલખરાજજીએ સ્વામીવાત્સલ્ય કર્યું. આ પ્રસંગે સાધવી શ્રી જનકશ્રીજીની વડી દીક્ષા થઈ. પુ ગે દીક્ષાના શુભ પ્રસંગ પર સ્થાનકવાસી સમાજના વિદ્વાન પ્રધાનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય રત્નપંડિત હેમમુનિજી મહારાજ તથા શ્રી જ્ઞાનમુનિજી મહારાજ આદિ મુનિ મહારાજ તથા સાધ્વીજી મહારાજ આદિ પણ પધાર્યા હતાં.
આપણું શાસ્ત્રના નિયમ અનુસાર સમોસરણની રચના તથા તેમાં ચાર ભગવાનની પ્રતિમાઓ પધરાવવામાં આવી હતી. ધૂપ-દીપ આદિ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સાધુ-સાધ્વી મહારાજ આદિથી અન્ત સુધી વિધાન જોતાં રહ્યાં. પ્રવચન પણ કર્યું. ધન્ય છે આ ઉદારતા તથા સમભાવિતાને.
Jain Education International
For Private & Personal lose Only
www.jainelibrary.org