________________
૧૮૨
જિનશાસનર
હતી. તેઓશ્રીએ પિતાના પ્રવચનથી સભાને મુગ્ધ કરી હતી. ગણિવર્યશ્રી જનકવિજયજી, શ્રી બલવંતવિજયજી (પન્યાસ), શ્રી ન્યાયવિજયજી (પન્યાસ) આદિના ભકિતભાવપૂર્વકનાં પ્રવચનો થયાં.
ઉદયપુરથી મેવાડ મહાસભાના અધ્યક્ષ શેઠ મનહર લાલજી ચતુર આદિ આ અવસર પર પધાર્યા હતા. બપોરના (બિકાનેરનિવાસી) કલકત્તાથી કવિશ્રી રિષભચંદજી ડાગા રચિત ગુરુદેવની અષ્ટપ્રકારી પૂજા ખૂબ ભકિતપૂર્વક ભણાવવામાં આવી. શ્રી ડાગાજી પોતે કલકત્તાથી અહીં આવ્યા હતા અને પ્રથમવાર રાગરાગિણી સહિત આ પૂજા ભણાવવામાં આવી હતી. જનતાને ખૂબ પ્રસન્નતા થઈ. મેવાડ મહાસભાના અધ્યક્ષ શ્રી મનહરલાલજીએ પ્રસન્ન થઈને પૂજાની એક હજાર પ્રતિએ પિતાની તરફથી છપાવવાની ઘોષણા કરી.
આ રીતે આગ્રાનું ચાતુર્માસ ખૂબ આનંદ-ઉલ્લાસમાં પૂર્ણ થયું. તપશ્ચર્યા પણ ઘણું સારી થઈ. ઊપજ પણ સારી થઈ અને પંજાબી ભક્તજને તથા આગ્રાનિવાસી બહેન ભાઈઓને ખૂબ આનંદ થયે.
મધુરાં મિલન આ સુદિ એકમ તા. ૩-૧૦-૧૯ શનિવારના જ સ્થાનકવાસી ઉપાધ્યાય કવિ મુનિરાજશ્રી અમરમુનિજી તથા તેમના સુગ્ય શિષ્ય મુનિરાજશ્રી વિજય સુનિના આગ્રહથી લેહામંડી સ્થાનકમાં આપણા ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org