________________
જિનશાસનના
૧૮૭
*
*
* *
* *
*
*
* *
1.
I
HD * *
*
*
*
*
૨૦૧૬ મહા વદિ એકમે તા. ૧૪-૧-૬૦ ભરતપુર પધાર્યા. પલિવાલ સંઘે સ્વાગત કર્યું. સંક્રાન્તિ ઉત્સવ પણ અહીં મનાવ્યો. પંજાબી ભાઈઓએ ગુરુદેવની યાદમાં ભક્તિભજન સંભળાવ્યું. પાઠશાળાની કન્યાઓએ હારમેનિયમ સાથે ભજન ગાયું. ગણિવરશ્રી જનકવિજયજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું.
પ્રતિષ્ઠાના પ્રસંગે પલિવાલ ભાઈએ આગ્રાથી મુનિશ્રી વિજયમુનિ આદિ મુનિરાજેને લઈ આવ્યા. તેઓ તથા ગુરુદેવ શ્રમણમંડળ સહિત પહિલવાલેના સ્થાનકમાં રહ્યા. વ્યાખ્યાન આદિ સાથે જ થતાં રહ્યાં.
શ્રી વિજય મુનિએ આપણું ચરિત્રનાયક વિષે પ્રશંસાત્મક શબ્દ કહ્યા. આપણા ગુરુદેવે ઉપસંહાર કરતાં જણાવ્યું કે શ્રી વિજય મુનિની સજજનતા છે પણ સમુદ્રમાં તે કીચડ આદિ હોય છે. હું તે ઇચ્છું છું કે સંસારરૂપી સમુદ્રને વિજેતા બનું જયનાદેની સાથે સભાનું વિસર્જન થયું.
પ્રતિષ્ઠાના વિધિવિધાન માટે શેઠ ચંદનમલ નાગરી પધાર્યા હતા. કુંભસ્થાપન, નવગ્રહાદિ પૂજન આદિ વિધિવિધાન થયાં.
રથયાત્રાનું જુલુસ નીકળ્યું. રાત્રે ભજનમંડળીઓએ ભક્તિભજન સંભળાવ્યાં. બીજે દિવસે રાત્રિના પહિલવાલ સંમેલન થયું. છઠ ને બુધવારના રવિયેગે ૧૨ ને ૧૦ મિનિટે ધૂમધામપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. શાંતિ-સમાત્ર ભણા”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org