________________
જિનશાસનના
૧૨ ૩
સહિત પ્રવેશ કરાવ્યું. કચ્છ દેશ ભક્તિપૂર્ણ છે. અહીંના શ્રાવક સરલસ્વભાવી છે. અહીં સુંદર ભવ્ય મંદિર છે. શાન્ત ઉપાશ્રય છે. અહીં અંચલ ગચ્છને વિશેષ પ્રભાવ છે. માંડવી, અંજાર, ભુજ આદિ નગરોમાં તે તપાગચ્છ, ખરતરગચ્છ તથા અંચલગચ્છનાં અલગ અલગ મંદિરે અને ઉપાશ્રયે છે. કેઈ કઈ જગ્યાએ પાયચંદ્રગચછનાં પણ ઘણાં ઘર છે. આપણું ચરિત્રનાયક ગુરુદેવના સમતાસમન્વય ભાવમય સ્વભાવના કારણે બધા ગળાના ભાઈએ સુંદર લાભ લીધે. વ્યાખ્યાન–પ્રભાવના આદિમાં નિયમિત ભાગ લેતા રહ્યા. ગણિ જનકવિજયજી તથા શ્રી જય-- વિજયજી મહારાજનાં જાહેર વ્યાખ્યાનો થતાં રહ્યાં.
- આ પ્રદેશના ઘણાખરા ભાઈએ મુંબઈ, કલકત્તા ' આદિ મોટાં મોટાં શહેરોમાં વ્યાપાર ઉદ્યોગ ધંધા માટે ગયા છે. બાહુબળથી કમાઈને ધનાઢ્ય બન્યા છે. એટલું જ નહિ પણ પોતાની સત્કમાઈમાંથી સમાજ, ધર્મ અને દેશને માટે પણ દાનનાં ઝરણાં વહેવડાવ્યાં છે. અહીં સંક્રાન્તિ. ઉત્સવ મનાવવામાં આવ્યે. પંજાબ અદિથી ઘણું ભાઈઓ આવ્યા હતા. ગુરુદેવ અહીંથી કટારિયા પધાર્યા. આ કચ્છની સીમા પર આવેલ છેટલું ગામ છે. અહીં આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મહારાજ પન્યાસ, શ્રી દીપવિજયજી મહારાજ (આચાર્ય) આદિને મેળાપ થયો. અહીં જૈનગુરુકુળ પણ છે. અહીં બધા સાધુગણેનાં સાથે વ્યાખ્યાન થયાં. સામાજિક ઉત્કર્ષની વિચારણાથી ભવ્ય વાતાવરણ પ્રસારિત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org