________________
૧૭૦
જિનશાસનન સર્વ કોમના લેકેએ ખૂબ લાભ લીધે. સંક્રાંતિ દિવસ પણ અહીં ઊજવવામાં આવ્યું. ચૈત્રમાસને પ્રારંભ થશે. સંક્રાંતિ ઉત્સવમાં આગ્રા, દિહી, હોશિયારપુર, જયપુર, બિકાનેર, મારવાડ જંકશન, સોજત, પાલી, અંબાલા આદિના ભાઈએ મોટી સંખ્યામાં આવ્યા હતા. આગ્રા તથા જયપુરના ભાઈઓએ ચાતુર્માસ માટે ભક્તિપૂર્ણ પ્રાર્થનાઓ કરી. દિલ્હીના ભાઈએ પણ પ્રાર્થના કરવા આવ્યા હતા. ગુરુશ્રીએ ફરમાવ્યું કે જયપુરમાં મેષ સંક્રાંતિ, મોટા મહારાજશ્રીની જયંતી, શ્રી મહાવીર જયંતી તથા નવપદની ઓળીની ભાવના છે. ચાતુર્માસ તો આગ્રાની ભાવના છે. આગળ તે જ્ઞાની જાણે. પછી મંગલિયાવાસ સરાધના થઈને અજમેર પધાર્યા. ધમધામપૂર્વક પ્રવેશ થશે. અહીં પ્રવર્તક સેમવિજયજી મહારાજ, મુનિ ઉમેદવિજયજી મહારાજ આદિને મેળાપ થયે. લુધિયાના આદિથી ભાઈએ દર્શનાર્થ આવ્યા. હરજીગ્રામથી સંઘપતિશ્રી સાકલચંદજીના સંરક્ષણમાં શ્રીસમેતશિખરજીને યાત્રા સંઘ જતાં જતાં મધ્ય. માર્ગમાં અજમેર ઊતર્યો. શ્રીસંઘે સુંદર સ્વાગત કર્યું. જયપુરના આગેવાનોએ ફરી ચાતુર્માસ માટે વિનંતિ કરી.
અજમેરના મંદિર તેમ જ દાદાવાડીની આશાતનાઓ રિકવાને માટે ગુરુમહારાજ, શ્રી ગણિવર્ય જનકવિજયજી મહારાજ તેમ જ જનતાની રૂબરૂ શ્રીસંઘે સર્વસંમત નિર્ણય લીધે. આથી આબાલવૃદ્ધને આનંદ થયે. ગુરુદેવના પ્રયાસની સફળતા માટે જયજયકાર થઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org