________________
(
૪૮. જયપુરમાં વિવિધ ઉત્સવો
આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જયપુરના આગેવાનોની વારંવારની વિનંતિને માન આપીને મદનગંજ આદિ થઈને જયપુર પધાર્યા.
ચિત્ર સુદ ૧ ગુરુવાર તા. ૯ એપ્રિલ ૧૯૫૯ના દિવસે શ્રીસંઘે આપનું ભવ્ય સ્વાગત કર્યું.
સ્વાગત જુલૂસ પ્રાતઃ સાડાસાત બજે રામલીલા ગ્રાઉંડથી શરૂ થઈને ચીડા રસ્તા, ત્રિપોલિયા બજાર, ઝવેરી બજાર થઈને આત્માનંદ સભાભવનમાં પહોંચ્યું.
જુલૂસમાં હાથી, બન્ડ ખાવર ને જયપુરની ભજનમંડળી સાથે બે ઘેડાગાડીઓમાં ન્યાયામ્ભનિધિ ગુરુભગવંત શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ તથા પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજના ફટાઓ હતા. સભાભવનમાં વ્યાખ્યાનાદિ થયાં. શ્રી હીરાલાલજી વૈદ તથા શ્રી કસ્તૂરમલજી શાહનાં સ્વાગતભાષણ થયાં. આચાર્યશ્રી ગુરુદેવે જવાબમાં જણાવ્યું કે અહીં કેટલાયે ભાગ્યશાળી મહાનુભાવે. થઈ ગયા છે. તેમાં માન્યવર શ્રી ગુલાબચંદજી ઢઢ્ઢા M. A તે જૈન કોન્ફરન્સના સ્થાપક અને પિતા હતા. પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિ પ્રત્યે તેમને ખૂબ ભક્તિભાવ હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org