________________
જિનશાસન રતન
૧૩૧
આ પ્રસંગે મુંબઈ, કલકત્તા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન આદિ બધાં સ્થાનમાંથી હજારોની સંખ્યામાં યાત્રિકે, દર્શનાર્થી તથા માનનીય સજજને પધાર્યા હતા. મહાન પુણ્યને લાભ લીધાના ઉપલક્ષમાં શ્રીપ્રસન્નચંદજી કેચરને શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ તરફથી અભિનંદનપત્ર સમર્પિત કરવામાં આવ્યું હતું. વૈશાખ સુદિ ચતુર્થીના દિવસે સમાજના કર્ણધાર આ. કે. પેઢીના પ્રમુખ ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પાર્શ્વવલ્લભ વિહારનું ઉદ્ઘાટન સમારોહ પૂર્વક કર્યું હતું. પૂજ્ય ગુરુદેવે સંક્રાન્તિ માંગલિક સંભળાવ્યું હતું. શ્રી પ્રસન્નચંદજી કેચરે ગુરુભક્તિની અમર સ્મૃતિ તરીકે આ શ્રી પાર્શ્વવલ્લભ વિહારનું પિતાના દ્રવ્યથી નિર્માણ કર્યું હતું, પરંતુ ઉદારતા પૂર્વક ટ્રસ્ટ કરીને ટ્રસ્ટીઓને સેંપી દીધું હતું. શ્રી કેચરે કેટલો મટે ધર્મને લાભ પ્રાપ્ત કર્યો. ધન્ય છે એવા દાની, ધર્મપ્રેમી અને ગુરુભક્તને.
આ અંજનશલાકા–પ્રતિષ્ઠા ઉત્સવનું વિસ્તૃત વર્ણન એટલા માટે આપવામાં આવ્યું છે, કે સાધારણ શ્રાવક પણ વાંચીને આ વિધાનની પવિત્રતા અને ગંભીરતા જાણી શકે. મૂર્તિમાં ભગવદ્ ભાવની ભાવના(દેવત્વભાવના)ની કલ્પના માત્ર સાધારણ વાત નથી પણ એક આત્મીય અને આધ્યાત્મિક રહસ્ય છે. સાચા પ્રભુભક્ત જ આ સમજી શકે. દાદા ગુરુશ્રી વિજયાનંદ સૂરિજીએ આગમનું ગહન અધ્યયન કરીને તેને સારરૂપ જિનપ્રતિમાપૂજનનું તત્વ પ્રતિપાદિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org