________________
૧૩૪
જિનશાસનરત્ન
વીરચંદભાઈએ પિતાના ભત્રીજાઓને પિતાના વિશાળ ધંધામાં તાલીમ આપીને બધાને સમૃદ્ધ બનાવવાનું કુટુંબ ઉત્થાનનું સુંદર કાર્ય પણ કર્યું છે.
આપણું ચરિત્રનાયક આ બધું જાણીને ખૂબ હર્ષિત થયા અને વીરનગર દિવસે દિવસે જનતા જનાર્દનની વધારેમાં વધારે સેવા કરે તેવા મંગળ આશીર્વાદ આપી ગયા.
શ્રી ગુરુદેવ સં. ૨૦૧૨ ના જેઠ સુદિ ૬ ના રોજ રાજકેટ પધાર્યા. પ્રવેશ ભારે સમારેહપૂર્વક થશે. તપગછ ઉપાશ્રયમાં વ્યાખ્યાન થયું. આજ માંગલિકપૂર્વક મિથુન (અષાડ) સંક્રાન્તિનું નામ સંભળાવ્યું. પંજાબથી અનેક ભાઈ આવ્યા હતા. ૧૬-૬-૫૬ જેઠ સુદિ અષ્ટમીના દિવસે શ્રી દાદા ગુરુ વિજ્યાનંદસૂરિજી મહારાજની જયંતી મનાવવામાં આવી.
રાજકેટથી પડધરી, હડમતિયા, જામવંથલી, અલિયાબાડા થઈને આપણા ચરિત્રનાયક ગુરુદેવ જામનગર પધાર્યા. ધુંવાવથી વિહાર કરીને જામનગરના દરવાજા અંદરની માનસિંહ મંગલજી જૈન બેડિંગમાં સ્થિરતા કરી.
અહીંથી વિશાળ જુલુસ સાથે પ્રવેશ થયે. જામનગરના ચાતુર્માસમાં નાના મોટા ઘણું પ્રેરક અને બેધક ધર્મપ્રભાવનાનાં કાર્યો થયાં. ગુરુદેવે નવલાખ નવકાર મંત્રજાપની પ્રેરણા કરી અને એકાસણા સાથે ઘણાં ભાઈબહેનેએ આ નવકાર મંત્રજાપમાં ભાગ લીધે. ગુરુદેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org