________________
૧૩૮
જિનશાસનને,
હોવાથી મારું મૌનવ્રત હતું. મને પાછળથી ખબર પડી. જે પહેલાં ખબર મળી હોત તે શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તેમને ભેટ આપત. એ બન્ને મહાનુભાવોને ખ્યાલ આવત કે જૈન સમાજમાં આવા પ્રભાવશાળી મહાત્મા થઈ ગયા છે, જેના ઉપદેશથી ગુરુકુલ, કોલેજ, વિદ્યાલય, આદિ અનેક શિક્ષણ સંસ્થાઓ સ્થપાયેલ છે. જે અહીંનાં મંદિરને ઇતિહાસ હિનદી, અંગ્રેજી, ગુજરાતી ભાષામાં છપાવવામાં આવે અને દર્શનાથી પાશ્ચાત્ય વિદ્વાનોને આપવામાં આવે તે જૈન ઇતિહાસને કેટલે બધે પ્રચાર થઈ શકે? અમે ધુંવાવ જવાના છીએ. સાંભળ્યું છે તમે ત્યાં કાંઈક કરવાના છે. જે સાહિત્ય પ્રકાશન માટે કાંઈ કરવામાં આવે તે શ્રેષ્ઠ છે.
મને જાણીને ઘણી ખુશી થઈ કે આપને ત્યાં એક જ તિથિએ લગ્નાદિ પ્રસંગે ઊજવાય છે. આ રીતે દ્રવ્ય ની ઘણું સારી બચત થઈ જાય છે. આ બચતને તમે ધાર્મિક તેમ જ સમાજકલ્યાણનાં કામમાં વાપરી શકે છે. તમે ધુંવાવમાં બે અઢી હજારને ખર્ચ કરવા ઈચ્છો છે પણ જે તે રકમ સાહિત્ય પ્રકાશનને પ્રચારના કાર્યમાં ખરચે તો તે માટે તમારી પ્રશંસા થશે. અહીંનાં મંદિરને ઈતિહાસ જરૂર છપાવવું જોઈએ. પાઠકે, ભકતો, જૈનસમાજહિતૈષીઓ ! આપણા ચરિત્રનાયકની ઉદારતા, દૂરદર્શિતા, ગંભીરતા અને વિદ્વત્તાને પરિચય આ પ્રેરણભક પ્રવચનથી મેળવી શક્યા હશે. સમાજની ઉન્નતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org