________________
જિનશાસનરત્ન
૧૫૩ કપડવંજનિવાસી ભાઈ રમણલાલની દીક્ષા થઈ. તેમને જ્ઞાનવિજય નામ આપીને ગણિ જનકવિજયજીના શિષ્ય જાહેર કર્યા.
આ ઉપરાંત શ્રી મહાવીર સ્વામીની પેઢીનું કામ શ્રી વર્ધમાન જૈન યુવક મંડળને સોંપવામાં આવ્યું. મહાવીર સ્વામીની જયંતી સમારેહપૂર્વક ઊજવવામાં આવી.
અહીંથી વિહાર કરી તખતગઢ, ગુડાબાલોતરા, ગોદન, બાદનવાડી, લેટા અને જાલોર આદિ ગ્રામને પવિત્ર કરતાં કરતાં કાલના પધાર્યા. શ્રી રંગવિજયજીના સત્યાગ્રહ દ્વારા ખુડાલાના શ્રીસંઘનો કુસંપ મટી ગયે. અહીંથી ફરી બીજેવા પધાર્યા. અહીં મુનિ જ્ઞાનવિજયજી તથા મુનિ જયંતવિજયજીની વડી દીક્ષા થઈ. બીજોવા સંઘની આગ્રહભરી વિનતિને માન આપી ચાતુર્માસ બીજોવામાં નિશ્ચિત થયું.
આ પર્યુષણ બીજોવામાં ખૂબ આનંદપૂર્વક થયાં. તપશ્ચર્યા પણ ઘણું થઈ. આવક પણ સારી થઈ. અહીં સંક્રાતિ ઉત્સવ, શ્રી પંજાબ કેસરી ગુરુદેવની જયંતી, શ્રી વિજયહીરસૂરિજી મહારાજની તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જયંતીઓ અત્યંત ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. શાહ હીરાલાલજીની બહેનની બેલચાલ તેર તેર વર્ષથી તેમની માતા તથા ભાઈઓ સાથે બંધ હતી. ગુરુદેવે બહેનને ખૂબ શાંતિપૂર્વક સમજાવી. માતાના ઉપકાર યાદ કરવા જણાવ્યું અને જૈન ધર્મમાં જન્મીને ક્ષમાને ગુણ કેમ ભૂલી જવાય-આથી જાદુઈ અસર થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org