________________
જિનશાસનરત્ન
૧૬૭
પૂર્વક થયું. તપશ્ચર્યાઓ ઘણી થઈ. દર્શનાથી ભાઈ-બહેનની ભક્તિ પણ સાથે રૂડી રીતે કરી. પૂજ્ય આચાર્યશ્રી પોતાના મહાન ત્યાગી રત્ન શાંતમૂર્તિ, સેવાપ્રિય, સાદાઈના રસિયા, પરમ ગુરુભક્ત અને શાસનદીપકને માટે જન્મભૂમિ અને પાલીશ્રીસંઘને ગૌરવ હતું.
કારતક સુદ પૂર્ણિમાને રોજ પાલીથી દેઢ માઈલ દૂર શીખરી સ્થાન છે ત્યાં મેળે ભરાય છે. અહીં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધ મંદિર છે. નગરની બહાર તળાવ પર શેઠ કાનમલજી સિંગીએ બે લાખ રૂપિયા ખરચીને આદીશ્વર ભગવાનનું મંદિર બનાવરાવ્યું છે. મંદિરની ચારે તરફ ધર્મશાળા પણ તેમણે જ બનાવરાવી છે. આ ઉપરાંત પચાસ હજાર રૂપિયા મંદિરના નિભાવ માટે પણ આપ્યા છે. શ્રી કાનમલજી સિંગીએ પણ ગુજરાતી કટરામાં ચૌરાસી ગચ્છના ઉપાશ્રયને મૂળમાંથી જીર્ણોદ્ધાર કરીને નવીન રૂપમાં નિર્માણ કરાવેલ છે. પરંતુ સિંગીજી કીતિ આદિથી એવા તો નિઃસ્પૃહ રહ્યા છે કે પિતાના નામને પાષાણલેખ પણ લગાવવા દીધું નથી. આવા નિઃસ્પૃહ દાની ધન્યવાદને પાત્ર છે. આવા દાનના દીવાના, એવા દાનના મતવાલા વિરલ જ મળે છે.
ધન્ય છે એવા ધર્મની પૂજી કમાનાર દાનવીરને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org