________________
જિનશાસનરત્ન - આ શુભ અવસર પર ધાર્મિક તેમ જ ઔદ્યોગિક શિક્ષણ આપવાને માટે પહેલાં દર્શાવેલ શ્રી માનદેવસૂરિ વલ્લભ વિધા કલામંદિર નામની સંસ્થા સ્થાપવામાં આવી. યુવક સંમેલનમાં યુવકોની ધર્મ–દેશ–જાતિની સેવાની ભાવના અતિ પ્રશંસનીય હતી. | વિક્રમ સંવત ૨૦૧૪ પોષ વદિ ૧ રવિવાર તા. ૮ ડિસેમ્બર ૧લ્પ૭ના શુભ દિને બીજોવાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં મૂલનાયક આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાને સમારોહ અનુપમ થયો.
સ્વયંસેવક મંડળનું અધિવેશન વરકાણામાં થયું. ગુજરાતી ભાઈઓ સારી સંખ્યામાં આવ્યા હતા.
સં. ૨૦૧૪ ફાગણ સુદ ૩-૪ ના વરકાણા તીર્થમાં અંજનશલાકા તેમ જ પ્રતિષ્ઠાકાર્ય અભૂતપૂર્વ સમારોહ પૂર્વક થયાં. આ ધાર્મિક વાતાવરણમાં સારોએ ગેડવાડ ઓતપ્રેત થઈ ગયે હતો. અનેક વરઘોડા નીકળ્યા, પ્રતિદિન નકારસી થતી રહી. પ્રત્યેક ઉત્સવમાં માનવમેદની ઉમટી પડી હતી. પ્રતિષ્ઠાને દિવસે બધી કેમના લેકે (હરિજન આદિ)નું પ્રીતિભોજન જવામાં આવ્યું હતું. પ્રભુપ્રતિમા પધરાવવા તથા વજદંડ ચડાવવા આદિની બેલીથી ઊપજ ઘણું સારી થઈ હતી. આ પ્રસંગે પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વિધિવિધાન ખારચીનિવાસી યતિવરશ્રી લબ્ધિસાગ૨જી તથા શેઠ ફૂલચંદ ખીમચંદભાઈએ કરાવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org