________________
જિનશાસનન
ગુરુદેવના રંગીન ફેટાની સાથે જુલુસ તથા પૂજામાં અને સભામાં હજારો નરનારીઓની ભારે ભીડ રહેતી હતી.
પૂજામાં તો એ રંગ જામતે હતો કે સાંભળવા તથા જેવાવાળા ચકિત થઈ જતા હતા. ચાતુર્માસમાં ગણિ જનવિજ્યજી વ્યાખ્યાન વાંચતા હતા.
લાલા ઘનશ્યામજીની ગુરુભક્તિથી પ્રસન્ન થઈને પાલી શ્રીસંઘે તથા કાનમલજી સિંગીએ સવા સવા તેલાના સોનાના ચંદ્રકે અર્પણ કર્યા હતા. બીજા બધાને ચાંદીનાં વાસણો આપવામાં આવ્યાં હતાં.
પર્યુષણ પર્વ, સંક્રાન્તિ ઉત્સવ, ગુરુદેવની જયંતી, દાદાગુરુની જયંતી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જયન્તી તથા અકબરપ્રતિબંધક જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિની જયન્તી વગેરે પર્વે આનંદપૂર્વક ઊજવાયા હતા. - આ વર્ષે સંવત્સરી ક્યારે મનાવવી એ વિષે તપાગચ્છ જૈન સમાજમાં ભારે મતભેદ હતે. શેઠશ્રી કસ્તૂરભાઈ આદિન પ્રયને તથા આચાર્ય મહારાજની કૃપાથી પ્રત્યક્ષ પંચાંગ જમભૂમિ પ્રમાણિત ગણવામાં આવે તેમ નિર્ણય થયે; કારણ કે “ચૂડાં સુગંડુ પંચાંગ હવે અલભ્ય બની ગયેલ છે. એટલે નવીન પંચાંગ અનુસાર મંગળવારના
જ સંવત્સરી મનાવવા નિર્ણય થશે. આ રીતે સંઘની એકતાના નિર્ણયથી ગુરુદેવ શ્રી સમુદ્રસૂરિને અપાર હર્ષ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org