________________
૪૩. નાડેલમાં ભવ્ય
પ્રતિષ્ઠા મહોત્સવ
બીજોવાના ચાતુર્માસ પછી સં. ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૨૭ નવેમ્બર ૧લ્પ૭ના નાડેલ નગરમાં અપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયે. એક જ મુહૂર્તમાં ચાર મંદિરની પ્રતિષ્ઠાનું સૌભાગ્ય નાડેલ શ્રીસંઘને પ્રાપ્ત થયું. નાડેલનગરી આ સમયે ખરેખર અમરપુરી બની ગઈ
નાડેલમાં મુખ્ય મંદિર શ્રી પદ્મપ્રભુનું છે. આ સિવાય ૧૬મા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાન આદિનાં ત્રણ મંદિર બીજા પણ છે. ચારે મંદિરોની પ્રતિષ્ઠા ખૂબ ઠાઠમાઠપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી. શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરમાં ભોંયરું છે, જેમાં રહીને શાસનરક્ષક શ્રી માનદેવસૂરિજી મહારાજે લઘુશાતિ સ્તંત્રની રચના કરી હતી. તેથી શ્રી માનદેવસૂરિજી મહારાજની પ્રતિમાની સ્થાપના તથા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ન્યાયાનિધિ દાદા ગુરુ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજ તથા કલિકાલકલ્પતરુ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાઓની સ્થાપના તથા પ્રતિષ્ઠા આપણુ ચરિત્રનાયક ગુરુદેવનાં કરકમલેથી થઈ હતી. ગુરુદેવની ગુરુભક્તિનાં. આવાં અનેક સંરમર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org