________________
"૧૫૪
"જિનશાસનના કષાયભાવ શમ્ય અને પરસ્પર વાત્સલ્ય તથા સનેહભાવપૂર્ણ બેલચાલ શરૂ થઈ. તપશ્ચર્યા, ત્રણચાર અઠ્ઠા મહોત્સવ, સાધર્મિક વાત્સલ્ય અને સંઘમાં સંગઠન આદિ કાર્યો થયાં.
શ્રી નવપદજીની ઓળી ખૂબ ધાર્મિક વાતાવરણમાં થઈ. તેની સ્મૃતિ ચિરસ્થાયી બની રહેશે.
મુનિશ્રી લક્ષ્મીભદ્રવિજયે ઉપસંપદા ગ્રહણ કરી.. આપનું નામ સુરેન્દ્રવિજય રાખવામાં આવ્યું (ઉપાધ્યાય). તેઓ આપણું ચરિત્રનાયક ગુરુદેવના શિષ્ય જાહેર કરવામાં આવ્યા.
માનવસેવા આજે દેશ આપદ્ધર્મમાં આવ્યો છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી જેન, આર્યસમાજ જે આપણે ભારતવાસી છે, તે બધાં એક વિશાળ કુટુંબનાં ભાઈ બહેન છે. તેમની સેવા એ સૌ પ્રથમ ધર્મ છે. આજે તો સાચી પૂજા, સાચી નમાજ કે સાચી ગુરુવાણું એ સેવા છે. સમાજ જીવિત હશે. તો ધર્મ ટકશે. સમાજ સમૃદ્ધ, સુદઢ, બળવાન, પ્રાણવાન હશે તો દેશ અને ધમ પ્રાણવાન બનશે. ભારતના તમામ જૈનેને મારે આ સંદેશ છે, કે જે હિંદુ-શીખ, જેન ભાઈઓ, બહેને પાકિસ્તાનમાંથી પરેશાન થઈને આવ્યાં છે, તે બધાને તમારાં ભાઈ-બહેને ગણો. તેઓની સેવા કરવી એ આપ સૌને ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org