________________
જિનશાસનરના
૧૪૪
ઠેરના ઠેર છીએ. આપણે જૈન ધર્મોને કેટલેા પ્રચાર કર્યો ? કેટલા નવા જૈન બનાવ્યા? આજે ભારતીય સરકાર અનેક જય તીઓમાં ભાગ લઈ રહેલ છે. તે માટે કરોડો રૂપિયા ખચ કરી રહેલ છે. આપણે જેના લાભ લઈશું કે ?
હમણાં દિલ્હીમાં બધાં રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ ધરાવતી યુનેસ્કોની કોન્ફરન્સની બેઠક મળવાની છે. આ કૉન્ફ રન્સને ઉદ્દેશ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રામાં આંતરરાષ્ટ્રીય સહયાગ તેમ જ સમન્વય સ્થાપન કરવાને છે. ભિન્ન ભિન્ન રાષ્ટ્રોના ૮૦ જેટલા દેશેાના સેકડા પ્રતિનિધિએ આ કૉન્ફરન્સમાં ભાગ લેવાના છે. આ અવસર પર દિલ્હીમાં વિશાલ પાયા પર યુદ્ધજયંતી ઊજવવામાં આવનાર છે. આમાં ભાગ લેવા માટે દેશવિદેશના સેકડા પ્રતિનિધિએ આવેલ છે.
આ
સમયને માન દઈને જૈન ધર્મોની ઉન્નતિને માટે કાંઈ ને કાંઈ આયેાજન થવું જોઈએ.
સદ્દભાગ્યે આ વિચારાને લઈને દિલ્હી આદિના આગેવાને એ એક ચેાજના કરી છે. તેમાં ભારત સરકારના મંત્રી શ્રી અજિતપ્રસાદ જૈન, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી જૈન, શ્રીમતી કમળાબહેન જૈન, ડા. કિશાર, શ્રી નાગરદાસભાઈ, શ્રી ગુલાખચંદે શાહ, શ્રી રાજેન્દ્રકુમારજી જૈન આદિ નિયુક્ત થયા છે.
આ અવસર પર જૈન ધર્મોના પરિચય અને જૈન ધર્મના અહિંસાના સ ંદેશ સમજાવવા એક જૈન સેમીનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org