________________
જિનશાસનન
૧૩૭
જામનગરના ચાતુર્માસ દરમિયાન એક પ્રસિદ્ધ કંપનીના યુરોપિયન મેનેજર મિસ્ટર લોરેન્સ તથા તેમનાં ધર્મપત્ની ગુરુમહારાજના દર્શનાર્થે આવ્યાં. જામનગર પિટરીના જર્મન મેનેજર તથા તેમનાં ધર્મપત્ની પણ સાથે આવ્યાં હતાં. ભાવના ચાલતી હતી. ધર્મ તથા ભક્તિભાવથી પ્રભાવિત થઈને એકસો મણની ઘીની બેલી બેલીને આરતી અને પાંસઠમણ ઘીની બોલી બોલીને મંગળ દીવાને આદેશ લીધે. સંઘ તથા સભાજને તે આશ્ચર્યચકિત થઈ ગયા કે વિદેશી યુગલોનો કે ભકિતભાવ! શેઠ પ્રજારામ હરખચંદે તેઓને પુપેને હાર પહેરાવી તેઓનું સન્માન કર્યું. આ રીતે ખરેખર જામનગર ભક્તિને જામ પીધે. ધર્મની ખૂબ પ્રભાવના થઈ. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીએ જામનગરના શ્રીસંઘ તથા આગેવાને તથા આબાલ વૃદ્ધને એક મનનીય, પ્રેરક અને - બેધપ્રદ વ્યાખ્યાન આપ્યું.
ભાગ્યશાળીઓ ! તમારા નગરનાં જૈનમંદિર કેટલાં સુંદર અનેક કલાત્મક શેભાપૂર્ણ છે પરંતુ આ મંદિરને ઇતિહાસ જાણવાવાળા કેટલા ? જે કઈ ભાઈ જામનગર આવે છે તે આ મંદિરનાં દર્શન કરીને વિમિત થઈ જાય છે. કેટલાક દિવસ પહેલાં લોર્ડ એટલી મહદય આવ્યા હતા. શ્રી જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી તેમને આ મંદિરના દર્શનાર્થે લઈ આવ્યા હતા. શ્રીયુત સાંકળચંદભાઈ વગેરે તેમની સાથે હતા. તે દિવસે અષ્ટમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org