________________
જિનશાસનને
૧૦૯
બેલીમાં અનેક પરમાર ક્ષત્રિયોને જૈનધર્મમાં દીક્ષિત કરવામાં આવ્યા. અહીં સેવામૂર્તિ મુનિરાજશ્રી જિનભદ્રવિજયજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીને આ પરમાર ક્ષત્રિા પર ખૂબ ઉપકાર છે. આચાર્યશ્રી વિજયેન્દ્રદિન્નસૂરિજી મહારાજ આદિ પરમાર ક્ષત્રિમાંથી કેટલાક સાધુરતન બન્યા છે. બોડેલીને જુદે ઈતિહાસ વાંચવાથી વિસ્તૃત પરિચય મળી શકશે.
બેલી પ્રતિષ્ઠા કરાવીને તે જ દિવસે સાયંકાલના વિહાર કરીને ગામ બહાર રહ્યા. અહીંથી વિહાર કરીને બહાદુરપુર, ડઈ થઈને વડોદરા પધાર્યા. અહીં શ્રી આદીશ્વર પ્રભુના ભવ્ય વિશાળ મંદિરમાં શ્રી પુંડરીક સ્વામીજીની દહેરીમાં ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યાનન્દસૂરીશ્વરજી મહારાજની મૂર્તિની સામે ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરશ્રી મહારાજના પ્રતિમાની વૈશાખ સુદિ દશમીના રોજ પ્રતિષ્ઠા કરાવી સમુદ્ર ગુરુવરને ખૂબ ખૂબ આનંદ થયે.
અહી'થી વિહાર કરી અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં તેમના જ્યેષ્ઠ ગુરુ ભ્રાતા શ્રી મિત્રવિજયજી મહારાજ તથા સાબરમતીમાં બિરાજમાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયે દયસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ આદિ વિશાળ સમુદાયના દર્શન, વાર્તાલાપ આદિને લાભ લીધે. આ મધુર મિલન હૃદયંગમ બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org