________________
૩૫. પાટણમાં ધર્મપ્રભાવના
— પાટણ એ ભારતનાં પ્રાચીન અને સુપ્રસિદ્ધ શહેરમાંનું એક હતું. પાટણની સમૃદ્ધિની યશગાથા દેશવિદેશના મુસાફરોએ ગાઈ છે. હીરા-મોતી-માણેકનાં બજારો અને ગગનચુંબી મંદિરે (વિહારે) તથા ભવ્ય મહાલથી પાટણ એક સમૃદ્ધિશાળી શહેર હતું.
પાટણના જ્ઞાનભંડારને જગતના સાહિત્યમાં અમૂલ્ય ફાળે છે. પાટણ એટલે શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહસિકતાનું ધામ. પાટણને રજકણે રજકણે, ખંડેરે ખંડેરે, મંદિરે મંદિરે, ભંડારે ભંડારે અને મુનિએ મુનિએ જૈન સાહિત્ય, કળા અને સંસ્કૃતિને અમર ઇતિહાસ છે.
શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી મલયગિરિ, શ્રી યશચંદ્ર, સમપ્રભાચાર્ય, પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, તેને પુત્ર સિદ્ધપાલ, પૌત્ર વિજયપાલ, ગણપતિ વ્યાસ, વાલ્મટ, સોમેશ્વર, સુભટ, હરિહર, નાનાક પંડિત, અરિસિંહ, અમરચંદ અને વસ્તુપાળ વગેરે વિદ્વાનેથી પાટણ એક વખત વિદ્યાનું કેન્દ્ર હતું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org