________________
જિનશાસનને
૧૧૩ આ પાટણના ચાતુર્માસમાં ગણિવર્ય ઈન્દ્રવિજયજી મહારાજ (આચાર્ય) તથા મુનિ શિવવિજયજી, મુનિશ્રી વિશુદ્ધવિજયજી, મુનિશ્રી વિશારદવિજયજી, મુનિશ્રી બલવંતવિજયજી (પન્યાસ), મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), ન્યાયવિજયજી (પન્યાસ) આદિ ચૌદ ઠાણુ હતા. મુનિશ્રી
જ્યવિજયજી તથા શ્રી પદ્મવિજયજીએ રાજકાવાડાના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. આ રીતે ગુરુવલ્લભના પટધર પાટણનગરીને સ્વર્ગ સમાન અલંકૃત કરી રહ્યા હતા. ડાં વર્ષ પહેલાં ગુરુસેવાના ચક્રવર્તી મહારાજ આજ શ્રીસંઘની વ્યવસ્થા અને ઉત્કર્ષ માં ચક્રવર્તી બની રહ્યા હતા.
આ રીતે આપણું ચરિત્રનાયક ઉત્કર્ષના પરમ શિખર પર પહોંચીને સર્વદા એવી ભાવના રાખે છે કે જેના સમાજના બધા સંપ્રદાયના સાધુ પિતાની વિશિષ્ટતાઓ સુરક્ષિત રાખીને એક મંચ પર સાથે બેસીને સર્વસાધારણના કલ્યાણ માટે કાર્ય કરે.
જૈનધર્મનાં મૂળ તત્ત્વ તે એક જ છે. આપણે અનેકાંતવાદી બનીને મહાન ઉદ્દેશોની એકતાના સાધક કેમ બનીએ?
નાની નાની ક્રિયાની વિભિન્નતાઓમાં મૂળતત્વને શા માટે ભૂલી જવું ? રેતીના ઢગલામાં અમૂલ્ય મતી ભર્યા પડયાં છે. તેને શોધીને સંગઠનને એક દિવ્ય હાર બનાવીએ. આપશ્રીનું ધ્યાન સર્વદા અહિંસા, આસ્તિકતા અને સંગઠન માટે જ રહેતું હતું. આપની ઉદાત્ત ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org