________________
૧૧૨
જિનશાસનરત્ન કરવામાં આવી હતી. આ સાથે આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરિજી મહારાજ, પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી દાદા તથા શાંત મૂર્તિ શ્રી હંસવિજ્યજી મહારાજની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધર્મિક વાત્સલ્ય પણ ઘણુ થયા. પ્રતિષ્ઠા થયા પછી હજારે નરનારીઓ દર્શનાર્થે ઊમટી પડ્યાં હતાં. શ્રી પંચાસરા પાર્શ્વનાથનો જયજયકાર થઈ રહ્યો હતે.
જેઠ સુદિ અષ્ટમીના દિવસે ન્યાયામ્બેનિધિ દાદા ગુરુશ્રી વિજયાનંદસૂરિ મહારાજની નિર્વાણજયંતી સમારેહપૂર્વક ઊજવવામાં આવી હતી. આ બધા મહેત્સવથી પાટણ નગરીમાં જૈન શાસનને પ્રભાવ અતિ દિવ્ય રૂપે શેભી રહ્યો હતે.
પાટણની પાસે એક કુણઘેર ગામ છે. ત્યાં ઉપાશ્રયના નિર્માણ માટે ગુરુદેવે ઉપદેશ કર્યો, ફન્ડ એકત્રિત થઈ ગયું.
- જામનગર આદિ શહેરથી ચાતુર્માસ માટે વિનતીઓ આવી હતી. શ્રીસંઘના પત્રે ને તાર પણ આવ્યા. પાટણ શ્રીસંઘના નગરશેઠ આદિએ પાટણના ચાતુર્માસ માટે વિનતિ કરી. ગુરુદેવના જયનાદેથી પાટણની વિનંતી
સ્વીકારાઈ. જેઠ સુદિ દશમીના રોજ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિએ અમદાવાદ તરફ વિહાર કર્યો. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ તથા મુનિ શ્રી જિતવિજયજી મહારાજે વિદ્યાભ્યાસ કરવાની ભાવનાથી તેમની સાથે વિહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org