________________
જિનશાસનરત્ન
૧૦૫
ગુજરાત, પંજાબ તે ગુરુ-આદેશને કારણ અને રાજસ્થાન જન્મભૂમિ હાઈને આ ત્રણે પ્રદેશને આપ પર પૂર્ણ અધિકાર છે. આપની ગુરુભક્તિ તે અપ્રતિસ્પધી છે. એટલે ગુરુદેવના પટ્ટધર હેઈને સંપૂર્ણ ઉત્તરાધિકાર આપશ્રીએ સંભાળી લીધું છે. સંપૂર્ણ સંઘ, વિશેષતઃ પંજાબ શ્રી સંઘ આપશ્રીને ગુરુદેવના પ્રતિનિધિ માનીને આપશ્રીનાં ચરણકમળમાં ભ્રમરવતુ લીન છે.
ધન્ય છે આપની ગુરુભકિત! ધન્ય છે આપની શાલીનતા અને ઉદારતા!
ધર્મ અને સંપ્રદાય વચ્ચે એ ભેદ છે કે ધર્મ આત્માના જેવો છે, જયારે પંથ અને સંપ્રદાય એના શરીર જેવા છે. પંથ અને સંપ્રદાય ગુણોની કે ચારિત્ર્યની વૃદ્ધિને બદલે કેવળ ક્રિયાકાંડના ચકરાવામાં જ ઘૂમ્યા કરે છે, તો એ પ્રાણહીન-મૃત કલેવર જેવા બની જાય છે. શુદ્ધ ધમ તો માનવીમાં ગુણાનો વધારો કરે છે અને કઠોર હૃદયને સુસંરકારી અને કોમળ બનાવે છે, ચિત્તને નિર્મળ કરે છે, શરીરને નિઃસ્વાર્થ પણે અને અનાસકતભાવે જુદાં જુદાં કામ સાથે જોડી દે છે; જ્યારે જે પંથ અને સંપ્રદાય ધર્મ, તત્ત્વ વગરનાં બની જાય છે, એ માનવીને મિથ્યાભિમાની બનાવી દે છે, રાગદ્વેષમાં વધારે કરતાં શીખવે છે અને ગુણેમાં વધારો કરવાને બદલે પ્રાયઃ અવગુણ બનાવી દે છે. ધર્મ માનવી-માનવી વચ્ચે હેતપ્રીતને સંબંધ બાંધીને ભેદભાવની દીવાલને દૂર કરીને અભેદ તરફ લઈ જાય છે; પંથ અને સંપ્રદાય તે ભેદભાવની દીવાલો ઊભી કરી દે છે.
– વલ્લભવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org