________________
૩૨. શ્રી સમુદ્રગુરુની
જવાબદારી
—
આ પ્રકાશપ્રદાતા, અજ્ઞાનતિમિરતરણીના અભાવમાં ચન્દ્ર સમાન શાન્ત અને સૌમ્યમૂર્તિ ૧૦૦૮ શ્રી વિજય સમુદ્રસૂરિ મહારાજના ખભા પર શ્રીસંઘના સંરક્ષણ તેમ જ પથપ્રદર્શનનું ઉત્તરદાયિત્વ આપ્યું. વિશેષતા ગુરુદેવનું ઉપવન ગુલશન પંજાબનાં સંરક્ષણ–સિંચનનું દિવ્ય કર્તવ્ય તે આપશ્રીને જ નિભાવવાનું છે. ચાળીસ ચાળીસ વર્ષ ગુરુચરણોની સેવા એકનિષ્ઠાથી કરીને આપે તે ગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. - આ અસિધારાવ્રતનું પાલન કરીને શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજે પોતાની વાસ્તવિક ગ્યતા પ્રમાણિત કરી છે.
આ સાથે વર્ષોના ગુરુદેવના સચિવકાર્યને આપને પૂર્ણ અનુભવ છે. સમસ્ત ભારતીય શ્રીસંઘ આપની સેવાભાવનાથી પૂર્ણ પરિચિત છે. આપનું નિર્મલ ચરિત્ર સર્વથા નિરતિચાર છે. આપશ્રીની ગંભીરતા, વિવેક દષ્ટિ, દૂરદર્શિતા વગેરે નિર્વિવાદ પ્રશંસનીય છે. પંજાબ કેસરી ગુરુદેવે અનેકવાર આપને પિતાના ઉત્તરાધિકારી કહ્યા છે અને માન્યા છે. એટલે ગુરુદેવના અભાવમાં હવે તે એ જ ગુરુવર્ય આ નૈયાના ખેવૈયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org